ભાજપે કેજરીવાલને ભુલભુલૈયા ફિલ્મના ‘છોટા પંડિત’ ગણાવ્યા:કહ્યું- તેઓ ચુનાવી હિન્દુ છે, કેજરીવાલે કહ્યું, શું મને ગાળો આપવાથી દેશનું ભલું થશે?
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલે મંગળવારે રાજધાનીમાં પૂજારી-ગ્રંથી યોજના શરૂ કરી. કેજરીવાલે તેમની પત્ની સાથે કાશ્મીરી ગેટ સ્થિત મરઘટ બાબા મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં પૂજારી દ્વારા પ્રથમ નોંધણી કરાવી હતી. આ યોજના હેઠળ પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયા પગાર આપવાનું વચન આપવામાં આવ્યું છે. ભાજપે X પર એક પોસ્ટર જાહેર કર્યું, જેમાં અરવિંદ કેજરીવાલને 'ભુલભુલૈયા' ફિલ્મના છોટા પંડિત(રાજપાલ યાદવ)ના રોલમાં બતાવવામાં આવ્યા. ભાજપે તેમને ચુનાવી હિન્દુ કહ્યા છે. ભાજપે લખ્યું- કોણ 10 વર્ષ સુધી ઈમામોને પગાર વહેંચતું રહ્યું. જે પોતે અને તેમની નાની ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણથી ખુશ ન હતા, જેમણે મંદિરો અને ગુરુદ્વારાની બહાર દારૂના ઠેકા ખોલ્યા હતા, જેનું સમગ્ર રાજકારણ હિન્દુવિરોધી હતું. હવે ચૂંટણી આવતાં જ તેને પૂજારીઓ અને ગ્રંથીઓ યાદ આવ્યા? કેજરીવાલે તેના જવાબમાં કહ્યું, 'જ્યારથી પૂજારી-ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત થઈ છે ત્યારથી ભાજપના લોકો મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. શું મારી સાથે દુર્વ્યવહાર કરવાથી દેશને ફાયદો થશે? 20 રાજ્યમાં તમારી સરકાર છે. તમે 30 વર્ષથી ગુજરાતમાં સત્તા પર છો. તમે ત્યાંના પૂજારીઓ અને ગ્રંથીઓને અત્યારસુધી શા માટે માન આપ્યું નથી? ચાલો... હવે કરી દો? હવે મેં બધાને રસ્તો બતાવ્યો છે. શા માટે તમે મારી સાથે દુર્વ્યવહાર કરો છો?' ભાજપે કહ્યું- આમ આદમી પાર્ટીની જાહેરાત હવા-હવા છે
કેજરીવાલની પૂજારી-ગ્રંથી સન્માન યોજના અંગે ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ કહ્યું હતું કે 10 વર્ષ પછી મહાન છેતરપિંડી કરનાર અરવિંદ કેજરીવાલે મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને છેતરવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે, પરંતુ તેમને એ પણ ખબર નથી કે દિલ્હીમાં કેટલા પૂજારી અને ગ્રંથીઓ છે. ચૂંટણી પહેલાં ખોટાં વચનોની હારમાળા કરવામાં આવી છે. અમિત માલવિયાએ કહ્યું- ઈમામને છેલ્લા 17 મહિનાથી વેતન પણ આપવામાં આવ્યું નથી અને તેઓ સતત વિરોધ કરી રહ્યા છે. દિલ્હીના લોકો જાણે છે કે AAPની આ હિંદુવિરોધી જાહેરાત પણ માત્ર હવા છે. ઇમામનો દાવો- 17 મહિનાથી પગાર મળ્યો નથી
દિલ્હી વક્ફ બોર્ડના ઈમામોએ 30 ડિસેમ્બરે કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. ઈમામોનો દાવો છે કે તેમને 17 મહિનાથી તેમનો પગાર મળ્યો નથી. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ સાજીદ રશિદીએ કહ્યું હતું કે પગારમાં વિલંબને લઈને મુખ્યમંત્રી છેલ્લા 6 મહિનાથી એલજી સહિતના અધિકારીઓને મળી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. કેજરીવાલે ચૂંટણી પહેલાં 5 યોજનાની જાહેરાત કરી છે
દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70માંથી 62 બેઠક જીતી હતી. આ ચૂંટણી પહેલાં કેજરીવાલ 4 મોટી યોજના બનાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.