અરવિંદ કેજરીવાલ ફરી આજે ગુજરાતની મુલાકાતે, બીજી ગેરંટીનું એલાન કરશે
નવી દિલ્હી, તા. 01 ઓગસ્ટ 2022, સોમવારદિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સોમવારે અટલે કે આજે ગુજરાતના સૌરાષ્ટ્રના વેરાવળ ખાતે જાહેર સભાને સંબોધશે અને રાજકોટના એક મંદિરમાં પૂજા-અર્ચના કરશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, 'આજે હું ગુજરાત જઈ રહ્યો છું અને આજે ગુજરાતની જનતાને બીજી ગેરંટીનું એલાન' આપવામાં આવશે. CM કેજરીવાલની એક સપ્તાહમાં રાજકોટની આ બીજી મુલાકાત છે જ્યારે એક મહિનામાં રાજ્યની આ ચોથી મુલાકાત છે. આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત એકમના જનરલ સેક્રેટરી મનોજ સોરાઠિયાએ જણાવ્યું હતું કે, કેજરીવાલ આજે સૌરાષ્ટ્રમાં એક જાહેર સભાને સંબોધશે અને રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે મહત્વની જાહેરાત કરશે. તેમણે કહ્યું કે હતું કે, કેજરીવાલ બપોરે 1 વાગ્યે પોરબંદર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ જવા રવાના થશે. સોરઠીયાએ જણાવ્યું હતું કે, AAP વડા વેરાવળના KCC ગ્રાઉન્ડ (રેલ્વે કોલોની) ખાતે બપોરે 3 વાગ્યે જાહેર સભાને સંબોધશે. સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રેલી બાદ કેજરીવાલ રાજકોટ જશે જ્યાં તેઓ સંજય રાજગુરૂ કોલેજના મેદાનમાં બનેલા મંદિરમાં મહા આરતીમાં ભાગ લેશે અને ત્યાર બાદ દિલ્હી જવા રવાના થશે.તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે આ કારણે કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.