અરશદ વારસી બોલિવૂડમાં ટાઇપકાસ્ટિંગ પર વાત કરી:ટાઈગર શ્રોફનું ઉદાહરણ આપતા બોલ્યો, ‘તે દરેક ફિલ્મમાં માત્ર જમ્પિંગ અને ફાઈટીંગ કરે છે’
અરશદ વારસીએ બોલિવૂડમાં ટાઇપકાસ્ટિંગની વાત કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામકાજ પર સવાલો ઉઠાવતા કહ્યું કે અહીં એક્ટર્સને ખૂબ જ ઝડપથી એક ઈમેજમાં બાંધી દેવામાં આવે છે, જેને પાર કરવું કોઈપણ એક્ટર્સ માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. યુટ્યુબ શો અનફિલ્ટર્ડ બાય સમધીશને આપેલા ઇન્ટરવ્યૂમાં અરશદે કહ્યું, 'ઇન્ડસ્ટ્રી ખૂબ જ ફની રીતે કામ કરે છે. જો હું મારી પ્રથમ ફિલ્મમાં ગંભીર ભૂમિકા કરીશ તો મને જીવનભર ગંભીર ભૂમિકાઓ આપવામાં આવશે. કોઈને ખબર નહીં પડે કે હું કોમેડી પણ કરી શકું છું. બોલિવૂડ ટાઇપકાસ્ટિંગમાં ટાઇગર શ્રોફનું ઉદાહરણ આપતાં અરશદે કહ્યું, 'બિચારા ટાઇગરને જુઓ. તે દરેક ફિલ્મમાં કૂદતો અને લડતો જોવા મળે છે. તેઓ બીજું શું અને કેવી રીતે કરશે? નિર્માતાઓ ન તો તેને તેની પસંદગીના કપડાં પહેરવા દે છે અને ન તો તેને ફિલ્મોમાં બીજું કંઈ કરવા દે છે. દરેક અભિનેતા અલગ-અલગ પાત્રો અને જેનરની ફિલ્મો કરવા માગે છે પરંતુ ઈન્ડસ્ટ્રી તેમને એક બોક્સમાં બંધ કરી દે છે. અરશદની એક્ટિંગ કરિયર
અરશદની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તેણે ફિલ્મ 'તેરે મેરે સપને'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અરશદે 'મુન્નાભાઈ MBBS', 'હલચલ', 'સલામ નમસ્તે', 'ગોલમાલ', 'લગે રહો મુન્નાભાઈ' અને 'ઈશ્કિયા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની આગામી ફિલ્મો 'જોલી એલએલબી 3', 'વેલકમ ટુ ધ જંગલ' છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.