હિન્દુત્વ અને શિવસેના એકબીજાના પૂરક : ઉદ્ધવ ઠાકરે - At This Time

હિન્દુત્વ અને શિવસેના એકબીજાના પૂરક : ઉદ્ધવ ઠાકરે


મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સામે શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, તેઓ સામે આવીને કહે તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું, એટલું જ નહીં શિવસેનાનું નૈતૃત્વ કરવા પણ સમક્ષ ન હોવાનું કહેશે તો પદ ઉપરથી રાજીનામું આપી દઈશ. નારાજ ધારાસભ્યો કહેશે કે હું સીએમ પદ માટે યોગ્ય નથી, તો રાજીનામું આપી દઈશ. હિન્દુત્વ અને શિવસેના એકબીજાના પૂરક છે. અમે બાલાસાહેબના વિચારોને આગળ લઈ જઈ રહ્યાં છીએ.

સીએમ ઠાકરેએ સોશિયલ મીડિયા મારફતે પ્રજાને સંબોધતા કહ્યું કે, હું બીમાર હતો ત્યારે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલમાંથી કામ કરતો અને લોકોને મળવાનો પ્રયાસ કરતો હતો. જનતાની મદદથી મને મુખ્યમંત્રી બનાવાયો છે. બાલાસાબેહના નિઘન બાદ શિવસેનાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકરી પરિસ્થિતિમાં 2019ની ચૂંટણી લડી હતી. આ બાલાસાહેબની શિવસેના છે, અમારા હિન્દુત્વમાં કોઈ ફેરફાર નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.