ભાસ્કર વિશેષ:બાળપણમાં કરાચીને બદલે દિલ્હી પહોંચ્યો, ઘર વસાવ્યું ત્યારે પરત મોકલ્યો, હવે પુત્રીનાં લગ્નમાં ભારત આવવાની મંજૂરી નથી
આ કહાની છે તે સિરાજ ખાનની, જે 1996માં માત્ર 9 વર્ષનો હતો ત્યારે ભૂલમાં ખોટી ટ્રેનમાં બેસ જતા કરાચીને બદલે દિલ્હી પહોંચી ગયો હતો. પરત પાકિસ્તાન ફરવા માટે વિનંતી કરી પરંતુ સુનાવણી થઇ નહીં. 2005માં સિરાજે મુંબઇમાં સાજિદા સાથે લગ્ન કરીને ઘર વસાવ્યું. પરંતુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હોવાને કારણે 2018માં ભારતે સિરાજને ફરીથી પાક. મોકલ્યો. હવે સિરાજની 18 વર્ષની દીકરી જારાના મુંબઇમાં લગ્ન છે. સાજિદા પોતાના પતિને લેવા માટે પાક. ગઇ છે, પરંતુ તેઓને ભારત આવવાની અનુમતિ નથી. ભાસ્કરે પાક.ના મનસેહરામાં રહેતા સિરાજ પાસેથી પૂરી વાત જાણી. 1996: 9 વર્ષની ઉંમરે દિલ્હી પહોંચ્યો
9 વર્ષનો સિરાજ ખોટી ટ્રેનમાં ચઢીને કરાચીને બદલે દિલ્હી પહોંચ્યો હતો. ત્યારે એ બીજા ધોરણમાં ભણતો હતો. 3 વર્ષ અમદાવાદના ચિલ્ડ્રન હોમમાં રખાયો હતો. ત્યાંથી નીકળ્યા બાદ મુંબઇ પહોંચ્યો. ત્યાં માહિમ વિસ્તારમાં મખદૂમ શાહ બાબાની દરગાહમાં રહેવા લાગ્યો. 2005: સફાઇનું કામ કર્યું, લગ્ન કર્યા
સિરાજ હોટલમાં સફાઇનું કામ કરતો અને એક ચાલીમાં રહેતો હતો. અહીં સાજિદાને મળ્યો. લગ્ન કર્યા. આ વાયદાની સાથે કે પરિવારને છોડીને ક્યારેય પાક. નહીં જાય. 2008: દસ્તાવેજોમાં અહીંનો નાગરિક બન્યો
આધારકાર્ડ સહિત જરૂરી દસ્તાવેજ બનાવીને ભારતીય નાગરિક બન્યો હતો. જેથી પરિવારને મળવા માટે કાયદાકીય રીતે પાક. જઇ શકે. 2009: જવાની મંજૂરી માંગી, તો જેલ
સિરાજને 2009માં પાક.માં પોતાના પરિવાર અંગે જાણ થતાં જ ત્યાં જવા પ્રયાસ કર્યો. અનેક કાનૂની એજન્સી પાસે ગયો, પરંતુ આધાર અહીંનું હોવાથી જવાની મંજૂરી મળી નહીં. પછી પાકમાં પોતાના પરિવારજનો પાસેથી પહેલા તેમજ બીજા ધોરણનાં સર્ટિફિકેટ મંગાવીને બતાવ્યાં ત્યારે સરહદ ગેરકાયદે પાર કરવાનો કેસ દાખલ કરીને જેલમાં મોકલાયો. છ મહિના બાદ જેલમાંથી છૂટ્યો તો 8 મહિના સુધી નજરકેદ રખાયો. 2018: 10 વર્ષ કેસ ચાલ્યો, પાક. મોકલાયો
10 વર્ષ બોમ્બે હાઇકોર્ટમાં કેસ ચાલ્યો અને તે હારી ગયો. 24 કલાકની અંદર મુંબઇથી અમૃતસર મોકલાયો અને વાઘા બોર્ડર પાસેથી ડિપોર્ટ કરવામાં આવ્યો. ત્યાં વિઝા માટે અરજી કરી તો જાણવા મળ્યું કે ભારત નહીં જઇ શકે. 2024: રિક્ષા ચલાવીને ગુજરાન કરે છે
સિરાજ 10 માર્ચ 2018થી પાક.ના મનસહેરાના પખ્તૂનખ્વા પ્રાંતમાં ભાડે રહે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.