આરજી કર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત 4ની ધરપકડ:ભ્રષ્ટાચારના કેસમાં CBIએ કરી કાર્યવાહી; ચારેયનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો - At This Time

આરજી કર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત 4ની ધરપકડ:ભ્રષ્ટાચારના કેસમાં CBIએ કરી કાર્યવાહી; ચારેયનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો


કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ત્રણની CBIએ ધરપકડ કરી હતી. હોસ્પિટલ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં CBIએ આ કાર્યવાહી કરી છે. ધરપકડ બાદ CBIની ટીમ તમામ આરોપીઓને એન્ટી કરપ્શન બ્રાન્ચમાં લાવી હતી. જ્યાં બીઆર સિંહ હોસ્પિટલના ડોકટરોની ટીમે ચારેયના મેડિકલ ટેસ્ટ કર્યા હતા. 24 ઓગસ્ટના રોજ CBIએ ઘોષ વિરુદ્ધ આરજી કર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતીનો કેસ નોંધ્યો હતો. આ પછી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 28 ઓગસ્ટે સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું હતું. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારથી બંગાળમાં સતત વિરોધ પ્રદર્શન ચાલુ છે. કોલકાતામાં 24મા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે
કોલકાતા રેપ- હત્યા કેસને લઈને સતત 24મા દિવસે કોલકાતામાં રાજકીય પક્ષો અને ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. સોમવારે (2 સપ્ટેમ્બર), વિવિધ મેડિકલ કોલેજોના જુનિયર ડોકટરોએ કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનની તસવીરો... ડોકટરોએ પોલીસ સામે રેલી કાઢી હતી
સોમવારે ડોક્ટરોએ કોલકાતા પોલીસ હેડક્વાર્ટર સુધી રેલી કાઢી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસે નક્કર પગલાં લીધા ન હોવાનો ડોકટરોનો આક્ષેપ છે. આરજી કરમાં તોડફોડ અટકાવવામાં પોલીસ પણ નિષ્ફળ રહી હતી. તેમજ આ રેલીને રોકવા માટે પોલીસે બેરિકેડ લગાવી દીધા હતા. બીજેપીએ સિલીગુડી અને અલીપુરદ્વારમાં પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. અલીપુરદ્વારમાં ડીએમ ઓફિસની બહાર બીજેપી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસ અને પ્રશાસને પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરિકેડ લગાવ્યા અને તેમના પર વોટર કેનનનો મારો કર્યો હતો. આરોપીએ કહ્યું- ડોક્ટરની ડેડ બોડી સેમિનાર હોલમાં પહેલેથી જ પડી હતી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આરોપી સંજય રોયે સીબીઆઈને પોલીગ્રાફ ટેસ્ટમાં જણાવ્યું હતું કે 8 ઓગસ્ટની રાત્રે તે ભૂલથી સેમિનાર રૂમમાં ગયો હતો કારણ કે એક દર્દીની હાલત ખરાબ હતી. તેને ઓક્સિજનની જરૂર હતી. તેથી જ તે ડૉક્ટરને શોધી રહ્યો હતો. આ દરમિયાન ત્રીજા માળે આવેલા સેમિનાર રૂમમાં ગયો હતો. ત્યાં એક ટ્રેઇની ડોક્ટરની લાશ પડી હતી. તેણે શરીરને હલાવી નાખ્યું, પણ કોઈ હલચલ ન થઈ. જેના કારણે તે ડરી ગયો અને બહાર દોડી ગયો હતો. આ દરમિયાન તે કોઈ ચીજ સાથે અથડાયો હતો અને તેનું બ્લૂટૂથ ડિવાઈસ પડી ગયું હતું. આરોપીએ દાવો કર્યો હતો કે તે ટ્રેઇની ડૉક્ટરને પહેલેથી ઓળખતો ન હતો. તેણે કહ્યું કે ઘટનાના દિવસે હોસ્પિટલના ગેટ પર કોઈ સુરક્ષા નહોતી અને કોઈએ તેને રોક્યો નહોતો. સીબીઆઈએ અત્યાર સુધીમાં 10 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો છે
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ટ્રેઈની ડૉક્ટર પર રેપ બાદ હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી છે. જો કે બંગાળમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. 29 ઓગસ્ટના રોજ, એજન્સીએ હોસ્પિટલના બે સિક્યોરિટી ગાર્ડનો પોલીગ્રાફ ટેસ્ટ (લાઈ ડિટેક્ટર ટેસ્ટ) કરાવ્યો હતો. તે રાત્રે બંને ગાર્ડ હોસ્પિટલના મુખ્ય ગેટ પર તહેનાત હતા. સંજય બાઇક પર આવ્યો અને ત્રીજા માળે ગયો હતો. 25 ઓગસ્ટે CBIએ સેન્ટ્રલ ફોરેન્સિક ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. અધિકારીઓએ તેમની લગભગ 3 કલાક પૂછપરછ કરી. સંજય સહિત કુલ 10 લોકોનો અત્યાર સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં આરજી કરના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ, ASI અનૂપ દત્તા, 4 સાથી ડોક્ટર, એક વોલંટિયર અને બે ગાર્ડનો સમાવેશ થાય છે. બળાત્કાર-હત્યાના ગુના સ્થળે ભીડની તસવીર વાયરલ થઈ હતી કોર્ટે પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી હતી
20 ઓગસ્ટે કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એફઆઈઆર નોંધવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું- ક્રાઈમ સીન સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. એના પર જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું- કોલકાતા પોલીસની ભૂમિકા પર શંકા છે. મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં તપાસમાં આવી બેદરકારી ક્યારેય જોઈ નથી​​​​​​​ બંગાળ બંધ દરમિયાન બીજેપી નેતાની કાર પર ફાયરિંગ કોલકાતા બળાત્કાર-હત્યા કેસના સંદર્ભમાં ભાજપે 28 ઓગસ્ટે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું હતું. ભાજપ 27 ઓગસ્ટે કોલકાતામાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને અટકાયતનો વિરોધ કર્યો હતો. બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપરામાં બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.