રાજકોટ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા. હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવા કરી માંગ
રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગની બેઠક યોજાઇ હતી, જેમાં લાંબા સમયથી ફરિયાદો ઉઠી હતી કે નબળી ગુણવતા વાળું અનાજ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવે છે,જેને લઇ પુરવઠા વિભાગના પ્રતિનિધિ અને સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સાંસદ રામભાઇ મોકરિયાએ ભેળસેલ વાળું અનાજ કલેકટર અને પુરવઠા અધિકારીને બતાવ્યું હતું . આ ઉપરાંત આ સમગ્ર મામલાની તપાસ પણ કરવામાં આવે તેવી માંગ કરી હતી..
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.