મહાકુંભમાં મહામેનેજમેન્ટ:માત્ર ભીડ નહીં ક્રોધ પર નિયંત્રણ માટેની પણ વ્યવસ્થા, નદીમાં ડિવાઇડરો મુકાયા, આગની શૂન્ય ઘટના લક્ષ્ય - At This Time

મહાકુંભમાં મહામેનેજમેન્ટ:માત્ર ભીડ નહીં ક્રોધ પર નિયંત્રણ માટેની પણ વ્યવસ્થા, નદીમાં ડિવાઇડરો મુકાયા, આગની શૂન્ય ઘટના લક્ષ્ય


વિજ્ઞાન હંમેશા કોઈ વસ્તુને માનવા માટે પ્રમાણ માગે છે. જ્યારે અધ્યાત્મ એવો વિષય છે જ્યાં વિશ્વાસ જ પ્રમાણ છે. એ જ આસ્થા-વિશ્વાસનું મહાપર્વ છે- મહાકુંભ, જે 13 જાન્યુઆરી, 2025થી પ્રયાગરાજમાં શરૂ થાય છે. 50 દિવસથી વધુ ચાલનારા આ પર્વમાં દેશ-દુનિયામાંથી કરોડો લોકો સ્નાન કરવા આવશે. માન્યતા છે કે ગંગા-યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં ડૂબકી મારવાથી પાપ ધોવાઈ જાય છે! પણ મહાકુંભ મેળો પ્રશાસન માટે 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓની ગોઠવણ અને તેમના સ્નાનની સુવિધા મોટો પડકાર હશે. એવામાં આ મેળો પોતે જ મેનેજમેન્ટનું આખું પુસ્તક છે. જે લોકો મેનેજર બનવાની ઈચ્છા રાખે છે તેમણે આનો વ્યક્તિગત અનુભવ કરવો જોઈએ. મહાકુંભમાં પહેલું ઈનોવેશન જે ધ્યાન ખેંચે છે તે યમુનાના પાણી પર બનેલું ડિવાઈડર! હોડીના ટ્રાફિક જામથી બચવા માટે તેનો પ્રયોગ અનોખો છે. સંગમ પર આ ડિવાઇડર તરતા કયૂબથી બનેલું છે, જે એકદમ રામાયણમાં સુગ્રીવની સેના દ્વારા ‘રામસેતુ’ બનાવતી વખતના એકત્રિત કરાયેલા પથ્થરો જેવું દેખાય છે. જે તરતા ચોંટેલા રહે છે. ભીડ વધે છે તો ડિવાઇડર લચીલું થવાથી ઘણું ખેંચાઈ શકે છે. એટલે કે ડિવાઈડરની લંબાઈ વધ્યા પછી પણ, કોઈ હોડી યમુનાના એક બિંદુથી નીકળે છે, તો લાંબા ચક્કર બાદ પણ ત્યાં જ પહોંચશે. તેનાથી હોડી મળનારા ઘાટો પર ભીડનું દબાણ ઘટશે. આ આયોજનમાં સંખ્યા સંચાલન મહત્ત્વપૂર્ણ છે. 8 હજાર ખલાસીઓ ગુસ્સા પર નિયંત્રણ કરવાનું શીખ્યા: આઠ હજારથી વધુ ખલાસીઓને ક્રોધ નિયંત્રણ અને જોખમમાં સંચાલનની ટ્રેનિંગ અપાઈ. તેમની હોડીને સુરક્ષા તપાસ પછી સુંદરતા આપવા માટે રંગ-રોગાન કરાયું. મેળા પ્રશાસનને પ્રોફેશનલ્સ સાથે મળીને ખલાસીઓને પ્રશિક્ષિત કર્યા કે કઈ રીતે ગુસ્સો કર્યા વિના તીર્થયાત્રીઓ સાથે વાત કરવી. કોડવર્ડમાં વાત... જેથી વાતોથી ગભરાટ ન ફેલાય
મેળામાં લોકો ટેન્ટ, વાંસની શિબિરોમાં રહેશે. આ માટેે ફાયર બ્રિગેડ સંચાલન મહત્ત્વનું છે. તેના વ્યાવસાયિક કુંભ ક્ષેત્રમાં ચોવીસે કલાક કામ કરે છે. આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોલ કર્યા વિના 120થી વધુ વાહનો સાથે 50 ફાયર બ્રિગેડના સભ્યોને ચાલતા જોઈ શકે છે. આ વર્ષે કુંભ માટે ‘મિશન શૂન્ય અગ્નિકોલ’ છે. ફાયર બ્રિગેડ સ્ટેશનને આધુનિક બનાવતા તમામ ઉપકરણ અહીં છે. જેમાં અદ્યતન બચાવ ટેન્ડર, ફાયર બ્રિગેડ બોટ, ક્યાં પણ પહોંચનારા વાહનો છે. વોટર જેટ ,કંબલ, ફાયર બાઈકનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.