લોકસભા ચૂંટણીને લઈ બોટાદ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર 12 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી
લોકસભા ચૂંટણીને લઈ બોટાદ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર 12 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જાહેર કરાયેલ જાહેરનામા અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. બોટાદ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બોટાદ,ગઢડા,બરવાળા અને રાણપુર વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર 12 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ છે.જે ચેકપોસ્ટ પરથી પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ,અનઅધિકૃત રીતે થતી દારૂની હેરાફેરી,અનઅધિકૃત રીતે થતી નાણાંની હેરફેર તેમજ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટેની કામગીરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.જ્યાં ચેકપોસ્ટ પર પી.એસ.આઇ. તેમજ ડી.વાય.એસ.પી. દ્વારા પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવેલ છે.ત્યારે ચેકપોસ્ટ પર બોડીવોન કેમેરા સાથે પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે.જે ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.તેમજ વાહન ચાલકો સાથે સરાહનીય વર્તન કરવા માટે પણ ઉચ્ચ પોલીસના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રશાસનના તમામ ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ કર્મીઓને સૂચના પણ આપવામાં આવેલ છે.તેમ બોટાદના ડિવાયેસપી એ.એ.સૈયદે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.