JKમાં આર્મી-વાન 350 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 5નાં મોત:10 જવાનો ઘાયલ, 3 હજુ લાપતા; પૂંછમાં LOC નજીક બની ઘટના - At This Time

JKમાં આર્મી-વાન 350 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 5નાં મોત:10 જવાનો ઘાયલ, 3 હજુ લાપતા; પૂંછમાં LOC નજીક બની ઘટના


જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી વાન 350 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. વાનમાં 18 સૈનિકો હતા. જેમાંથી 5ના મોત થયા છે. તે જ સમયે, 10 ઘાયલ થયા છે. 4ની હાલત ગંભીર છે. લાપતા 3 જવાનોની શોધ ચાલુ છે. સાંજે તમામ સૈનિકો લાઈન ઓફ કંટ્રોલ (LOC) તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બાલનોઈ વિસ્તારમાં ઘોડા પોસ્ટ પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વાન ખાડામાં પડી ગઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સેનાની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ સૈનિકો 11 મરાઠા રેજિમેન્ટના હોવાનું કહેવાય છે. 8 જવાનને બચાવવા માટે હજુ પણ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે. અગાઉ નવેમ્બરમાં બે અલગ-અલગ ઘટનામાં 5 જવાનનાં મોત થયાં હતાં. 4 નવેમ્બરે રાજૌરીમાં એક માર્ગ અકસ્માતમાં બે નાઈક સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. એ જ સમયે, 2 નવેમ્બરના રોજ રિયાસી જિલ્લામાં કાર ખાડામાં પડતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. વર્ષ 2023માં લદ્દાખમાં 9 સૈનિકનાં મોત થયાં હતાં
19 ઓગસ્ટે લદ્દાખમાં સેનાનું એક વાહન 60 ફૂટ ખાઈમાં પડી ગયું હતું, જેમાં 9 જવાન શહીદ થયા હતા. સેનાના કાફલામાં પાંચ વાહન સામેલ હતાં, જેમાં 34 જવાન સવાર હતા. આ અકસ્માતમાં એક જવાન પણ ઘાયલ થયો હતો. લેહના એસએસપી પીડી નિત્યાએ જણાવ્યું હતું કે વાહનના ડ્રાઈવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે ટ્રક ખાડામાં પડી હતી. સૈનિકોનાં વાહનો ખીણમાં પડી જવાના અન્ય બે બનાવો... 29 એપ્રિલ, 2023: રાજૌરીમાં આર્મી એમ્બ્યુલન્સ ખાઈમાં પડી, બે સૈનિકોનાં મોત 29 એપ્રિલ, 2023ના રોજ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાની એમ્બ્યુલન્સ રસ્તા પરથી લપસી ગઈ અને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી. આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા હતા. તે જ સમયે બે જવાન પણ ઘાયલ થયા હતા. આ ઘટના લાઈન ઓફ કંટ્રોલ (LAC) પાસે કેરી સેક્ટરમાં બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા જવાનોની ઓળખ બિહારના હવાલદાર સુધીર કુમાર અને રાજૌરીના પરમવીર શર્મા તરીકે થઈ હતી. 23 ડિસેમ્બર, 2022: સિક્કિમમાં સેનાની ટ્રક ખાડામાં પડી, 16 સૈનિકોના મોત 23 ડિસેમ્બર 2022ના રોજ સિક્કિમના જેમામાં આર્મીની ટ્રક ખાડામાં પડી હતી. જેમાં 16 જવાનો શહીદ થયા હતા. સેનાએ જણાવ્યું કે વાહન વળાંક પર લપસીને સીધું ખાડામાં પડી ગયું. આ વાહન સાથે વધુ બે આર્મી વાન પણ હતી. ત્રણેય વાહનો સવારે ચાતણથી થંગુ જવા નીકળ્યા હતા. સેનાની રેસ્ક્યુ ટીમે 4 ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.