વિધાનસભા ચૂંટણી -2024:હરિયાણાના રાજકારણમાં સૈનિક પરિવારોનો દબદબો, 28 સીટ પર જીત-હાર તેમના હાથમાં - At This Time

વિધાનસભા ચૂંટણી -2024:હરિયાણાના રાજકારણમાં સૈનિક પરિવારોનો દબદબો, 28 સીટ પર જીત-હાર તેમના હાથમાં


નવીન પાંડેય | પાનીપત
સેનામાં ભરતી મામલે હરિયાણા દેશમાં છઠ્ઠા સ્થાને છે. પ્રત્યેક 10મો પરિવાર સૈન્ય સાથે સંકળાયેલો છે. તેથી સૈનિકનો મુદ્દો અહીંના રાજકારણમાં મોટો પ્રભાવ પાડે છે. તમામ 22 જિલ્લાઓમાં સૈનિકોનો પ્રભાવ છે, પરંતુ 7 જિલ્લાની 28 બેઠકો પર નેતાઓની જીત-હાર સૈનિક પરિવાર જ નક્કી કરે છે. દક્ષિણ હરિયાણાના અહીરવાલ બેલ્ટના સૈનિક પરિવારોનો રાજકારણમાં દબદબો રહ્યો છે. આ વખતે 11 પૂર્વ જવાનો મેદાનમાં છે. જેમાં ભાજપના 4, આપ, જજપા, બુલંદ ભારત પાર્ટીમાંથી 1-1 અને 4 અપક્ષ ઉતર્યા છે. 2019ની ચૂંટણીમાં 6 પૂર્વ સૈનિક હતા.
વિપક્ષ અગ્નિપથ યોજનાની ખામીઓ ગણાવી રહ્યું છે. સરકારે અગ્નિવીરોને પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડની નોકરીઓમાં 10%, ગ્રૂપ-સીમાં 5% અનામતની સાથે વયમાં 3 વર્ષની છૂટ આપી. ઓલ ઈન્ડિયા એક્સ સર્વિસમેન વેલફેર સોસાયટીના સ્ટેટ પ્રેસિડેન્ટ મેજર (રિટાયર્ડ) ઈશ્વરસિંહનું કહેવું છે અગ્નિવીર પર ફેરવિચારણા થઈ જોઈએ. 7 જિલ્લામાં સૈનિક પરિવારનો દબદબો, આહીર રેજિમેન્ટની માગ પણ તેજ
આહીરવાલ બેલ્ટ ગુરુગ્રામ, રેવાડી, મહેન્દ્રગઢમાં વધુ સૈનિક પરિવારો છે. 11 વિધાનસભા બેઠકો પર આહીર જ્ઞાતિનો પ્રભાવ વધુ છે. હિસાર, ભિવાની, ચરખી દાદરી, ઝજ્જરમાં પણ સૈનિક પરિવારની મજબૂત વોટબેન્ક છે. આ જિલ્લાઓમાં કુલ 17 બેઠકો છે. 3 સૈન્ય પરિવારો રાવ બિરેન્દ્ર, કેપ્ટન અભિમન્યુ, કેપ્ટન અજય યાદવ રાજકારણમાં મજબૂત ખેલાડી છે. આમ છતાં આહીરવાલ પટ્ટાનો સમાવેશ પછાત વિસ્તારમાં થાય છે. સિરસામાં બુલડોઝર પર રોડ શો
એલનાબાદ વિધાનસભાના પોહડકા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ બૈનીવાલનો રોડ શો શરૂ થયો ત્યારે વરસાદ પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. આવી સ્થિતિમાં બૈનીવાલે રોડ શો રોકવાને બદલે લોડરના પંજામાં બેસીને ગામની મુલાકાત લીધી. ચાર પૂર્વ સૈનિકો સાંસદ રહી ચૂક્યા છે...
નિવૃત્તિ બાદ જનરલ વી.કે. સિંહ બે વખત સાંસદ અને મંત્રી બન્યા. કેપ્ટન ઈન્દર સિંહે 1999ની લોકસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર હુડ્ડાને હરાવ્યા હતા. કર્નલ રામસિંહ 1977, 1982માં ધારાસભ્ય અને 1991, 1996માં સાંસદ બન્યા. લે. જનરલ ડી.પી. વત્સ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. કેજરીવાલ 20મીએ ચૂંટણી રેલી કરશે, પીએમ મોદીની વધુ 3 રેલી
જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હવે હરિયાણામાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. તેઓ 20 સપ્ટેમ્બરે ચંડીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. સૂત્રોનું કહેવું છે કે કેજરીવાલ વિધાનસભા ચૂંટણી સુધી હરિયાણામાં જ રહેશે. તેઓ ઘણી રેલીઓ અને રોડ શો કરશે. કુરુક્ષેત્ર બાદ બીજેપી પીએમ નરેન્દ્ર મોદીની વધુ ત્રણ રેલીઓનું આયોજન કરી રહ્યો છે. પીએમ મોદીની 26મીએ સોનીપત, 28મીએ હિસાર અને 2જી ઓક્ટોબરે પલવલમાં જાહેર સભાઓ યોજાનાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image