હળવદના કેદારીયા ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું
- અગાઉના ઝઘડાના મામલે ફરી મામલો બિચક્યો- ઇજાગ્રસ્ત ત્રણ મહિલા સહિત 6 વ્યક્તિ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયાહળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સશ ધીંગાણું ખેલાયું હતું. જેમાં એક જૂથના સભ્યો હથિયારો લઈ તુટી પડતાં સશ મારામારી થઈ હતી. મારમારીમાં ત્રણ મહિલા સહિત કુલ ૬ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હળવદના કેદારીયા ગામે મોટર સાયકલના સાયલેન્શર બાબતે જુના ઝઘડાનુ મનદુઃખના કારણે ફરી આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારે એક જૂથના લોકો બીજા જુથ પર હથિયારો લઈને તૂટી પડતા ત્રણ મહિલા અને ત્રણ પુરુષ સહિત ૬ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ હતી. જ્યારે ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં કેતન ભરતભાઈ પોરડીયા, કાંતિભાઈ પોરડીયા અને પ્રવીણભાઈ પોરડીયાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે રમીલાબેન કાંતિભાઈ પોરડીયા, હીનાબેન રામજીભાઈ પોરડીયા અને ટીનાભાઈ દેવાભાઈ પોરડીયા સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા હળવદ પીઆઇ એમ વી પટેલ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા બંદોબસ્ત ગોઠવી દેતા મામલો શાંત પડયો હતો. હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.