શ્રીમતી ટી જે. બી. એસ. ગર્લ્સ હાઈસ્કૂલ નું ખેલ મહાકુંભ અંતર્ગત શાનદાર પ્રદર્શન
શ્રીમતી ટી જે. બી. એસ. ગર્લ્સ હાઈસ્કૂલ નું ખેલ મહાકુંભ અંતર્ગત શાનદાર પ્રદર્શન
હાલમાં યોજાયેલા તાલુકા કક્ષાનાં ખેલ મહાકુંભ 2025 માં શ્રીમતી ટી. જે . બી. એસ ગર્લ્સ હાઇસ્કુલની બહેનોએ ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું હતું.
મહાકુંભની સ્પર્ધાઓમાં એથ્લેટિક વિભાગમાં અંડર 17 સો મીટર દોડમાં બારૈયા સેજલ પ્રથમ નંબરે તાલુકા કક્ષાએ આવેલ છે . તેમજ ગોળાફેક ધોરણ 12 ના દુધરેજીયા ધ્રુવીશા પ્રથમ નંબરે આવેલ છે . તેમજ યોગાસન માં કુરેશી અંબર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવેલ છે .
આ તમામ બહેનોને ખૂબજ સુંદર માર્ગદર્શન આપી અહીં સુધી સફળતા અપાવનાર શાળાનાં વ્યાયામ શિક્ષકો શ્રીમતી વાસંતીબહેન ત્રિવેદી તથા શ્રી જીતેન્દ્ર ભાઈ કથિરિયા તથા વિદ્યાર્થીની બહેનોને તેમની જવલંત સફળતા બદલ શાળાનાં આચાર્યા શ્રી. સીમાબહેન પંડ્યા / જોષી એ તથા શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા .
સમગ્ર શિક્ષણ જગત માં જ્યારે વ્યાયામ શિક્ષકોની ઘટ હોય એવા સમયે શાળાનાં ઉપરોક્ત બંને વ્યાયામ શિક્ષકો એ આ મહાકુંભ અંતર્ગત સતત સેવા આપી હતી . તે બદલ પણ તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા .
યોગેશ કાનાબાર
રાજુલા
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
