સુત્રાપાડા તાલુકાનાં એ.પી.એમ.સી. પ્રાંસલી માર્કેટ યાર્ડમાં તા. ૧૯/૦૨/૨૦૨૪ ને સોમવારનાં રોજથી નવી સીઝનની હરાજીનો શુભારંભ થશે ખેડુતોમાં ખુશીની લહેર. - At This Time

સુત્રાપાડા તાલુકાનાં એ.પી.એમ.સી. પ્રાંસલી માર્કેટ યાર્ડમાં તા. ૧૯/૦૨/૨૦૨૪ ને સોમવારનાં રોજથી નવી સીઝનની હરાજીનો શુભારંભ થશે ખેડુતોમાં ખુશીની લહેર.


સુત્રાપાડા તાલુકાનાં એ.પી.એમ.સી. પ્રાંસલી માર્કેટ યાર્ડમાં તા. ૧૯/૦૨/૨૦૨૪ ને સોમવારનાં રોજથી નવી સીઝનની હરાજીનો શુભારંભ થશે ખેડુતોમાં ખુશીની લહેર.

આજરોજ તા. ૧૬/૦૨/૨૦૨૪ ને વાર શુક્રવારનાં રોજ સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં સંસ્થાનાં આદ્યસ્થાપક અને ગુજરાત રાજ્યના પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડનાં અધ્યક્ષ સ્થાને વેપારીભાઈઓની બહોળી સંખ્યામાં મળેલ બેઠકમાં થયેલ ચર્ચા પ્રમાણે યાર્ડની નવી સીઝનની હરરાજીનું કામકાજ તા.૧૯/૦૨/૨૦૨૪ ને સોમવારનાં રોજથી શરૂ કરવામાં આવશે જેથી સુત્રાપાડા શહેર તેમજ તાલુકાનાં તેમજ આસ-પાસનાં વિસ્તારનાં ખેડુતભાઈઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ પોતાની ખેત ઉત્પન્ન જણસી જેવી કે, ઘઉં, બાજરી, ચણા, જુવાર, સોયાબીન, કઠોળ/તેલીબીયા વિગેરે હરાજીમાં વેચવા માટે સુત્રાપાડા માર્કેટ યાર્ડ, પ્રાસલી માં લાવવા સંસ્થાનાં ચેરમેન દિલીપભાઈ બારડ. તેમજ સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી શૈલેષભાઈ બારડની યાદીમાં જણાવવામાં આવે છે. ઉપરાંત તેઓએ જણાવેલ કે હરાજી દરમ્યાન સુત્રાપાડા તાલુકા માર્કેટિંગ યાર્ડના તમામ લાયસન્સ ધારી વેપારીઓ હાજર રહશે અને ખેડૂતો ને પોતાની જણસ નો પોસણસમ ભાવ મળશે જેથી સુત્રાપાડા શહેર અને તાલુકા ના ખેડૂતભાઈઓં પોતાની જણસ માર્કેટિંગ યાર્ડ પ્રાસલી લઇ આવે એવી આશા વ્યક્ત કરેલ છે. અને આજરોજની મીટીંગમાં સંસ્થાનાં અધિકારીઓ તેમજ લાયસન્સદાર વેપારી વીરાભાઈ ઝાલા, કાદુભાઈ બારડ, સલીમભાઈ બચુભાઈ, રમેશભાઈ વાઢીયા, લખમણભાઈ ચાંડેરા, કનકસિહભાઈ પરમાર, લાખાભાઈ ઝાલા, દિનેશભાઈ બારડ, ભીમસીભાઈ, ભુપતભાઈ, ભગાભાઈ વાળા, તૈયબભાઈ, મેહુલભાઈ વાળા વિગેરે એ હાજરી આપેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.