જસદણ ન્યાયાલયની મુલાકાત લેતા ફુલઝર ગામના પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ
આમ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવું જરૂરી છે તે અનુસંધાને ફુલઝર ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધી હતી.
આમ જસદણ ન્યાયાલયની મુલાકાત દરમિયાન એ.પી.પી.ની ચેમ્બર, રજીસ્ટ્રારની ચેમ્બર, મુદ્દામાલ રૂમ, લોકઅપ રૂમ, કોમ્પ્યુટર રૂમ અને કોર્ટરૂમની મુલાકાત લીધી હતી.
આમ આ તકે જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન કે.એન.દવે સાહેબે વિદ્યાર્થીઓને કોર્ટમાં બેસવાની પરમિશન આપી અને વિદ્યાર્થીઓએ કોર્ટરૂમને જોઈને ખૂબ જ ખુશ થયા.
આ સાથે જસદણ ન્યાયાલયના એ.પી.પી. શ્રીમતી કે.એમ.ચૌધરીએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ સારી એવી મહેનત કરી આગળ વધો અને ઉચ્ચ અધિકારી બનો તેવી શુભકામના પાઠવેલ.
આ સાથે જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતી દ્વારા વિદ્યાર્થીઓને જણાવેલ કે ફિલ્મોમાં બતાવવામાં આવતી કોર્ટ અને તેની કાર્યવાહી અને રિયલમાં ચાલતી કોર્ટ અને તેની કાર્યવાહી અલગ જ હોય છે અને કોર્ટમાં ડિસિપ્લિનનું ખૂબ જ મહત્વ હોય છે. આમ રીયલ કોર્ટ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થયા.
આમ ફુલઝર સ્કૂલના આચાર્યએ અને કર્મચારીએ જસદણની ન્યાયાલયની મુલાકાત માટેની પરમિશન આપવા બદલ જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન કે.એન.દવે સાહેબ તેમજ નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર સાહેબ તથા એ.પી.પી.શ્રીમતી કે.એમ.ચૌધરી, રજીસ્ટરશ્રી એમ.બી પંડ્યા તથા લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયા તથા કોર્ટ ડયુટી તથા કોર્ટનાં તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરેલ.
આ તકે કોર્ટમાં વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન હાજર એડવોકેટ રશિમનભાઈ શેઠ, રમેશભાઈ નાગાણી, જગદીશભાઈ રોજાસરા, કેતનભાઇ ચૌહાણ, મનુભાઈ દાફડા, સુનિલભાઈ સાથલીયા અને ઘણા બધા એડવોકેટઓએ કોર્ટમાં પધારેલ ફૂલઝર સ્કૂલના વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.