વાલ્મીકી મેઇન રોડ પરથી લાઇવ ગુરૂ એપમાં ક્રિકેટ સટ્ટો રમાડતા વેપારી સહિત બે ઝડપાયા
વાલ્મીકી મેઇન રોડ પર આવાસ યોજના કવાર્ટરની પાછળ ટેબ્લેટ પર લાઇવ ગુરૂ એપમાં ક્રિકેટ સટ્ટો રમાડતા વેપારી સહિત બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ સઘન પુછતાછ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઇ આર.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઉમેશ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે વાલ્મીકી મેઇન રોડ આવાસ યોજનાના કવાર્ટરની પાછળના ગેટ પાસેની શેરીમાં સિકંદર મેણુના મકાનની આગળ ફળીયાની ખુલ્લી જગ્યામાં સિકંદર મેણુ અને મયુર મીરાણી બંને ટેબ્લેટ ફોનમાં ક્રિકેટ લાઇવ ગુરૂ એપમાં ટી-20 સીરીઝની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડે છે .
તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળે દરોડો પાડી બંને શખ્સોની અટકાયત કરી નામ પુછતા સિકંદર નાસીર મેણુ (ઉ.વ.31, ધંધો દુધનો વેપાર, રહે. વાલ્મીકીવાડી મેઇન રોડ) તેમજ તેની સાથેનાએ પોતાનું નામ મયુર કિશોર મીરાણી (ઉ.વ.4ર, રહે. આર્કેડ ડ્રીમલેન્ડ-2, જુનો મોરબી રોડ, ધોળકીયા સ્કુલ પાસે) જણાવ્યું હતું .
તેમજ ટેબ્લેટમાં જોતા ક્રિકેટ મેચના સોદાઓ કરી જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું હતું. તેમજ સાંકેતિક ભાષામાં આંકડાઓ લખેલ હતા. બંને શખ્સોની ધરપકડ કરી રૂા. 41 હજારના મુદામાલ કબ્જે કરી ગ્રાહકો અને આઇડી આપનાર બુકીનું નામ ખોલવા પુછપરછ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
