સાયલા તાલુકા તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યા. - At This Time

સાયલા તાલુકા તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યા.


અગાઉના સમયમાં પણ તલાટી કમ મંત્રીઓ દ્વારા સરકારશ્રીને રજૂઆતો કરવામાં આવી હતી જેમાં અનેક પ્રશ્નો રજૂઆત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી જેના અનુસંધાને ગુજરાત રાજ્ય મહામંડળ દ્વારા તારીખ 9, 7, 2022 ના રોજ કારોબારી સભામાં ઠરાવ થયેલ મુજબ તારીખ 2, 8, 2022 નાં રોજ સાયલા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ જોડાશે. તેમજ સાથે સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં તલાટી કમ મંત્રી ના પ્રમુખ વિક્રમસિંહ રાઠોડ, મહામંત્રી સંજયસિંહ ચાવડા, ઉપપ્રમુખ નીતિનભાઈ ગોલાણી, તેમજ બળવંતસિંહ ભટ્ટ તથા તમામ તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગળના સમયમાં જો પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
રિપોર્ટર ..જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર ..રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.