**ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે શાળાએથી ઘરે જતી( ૧૫) વર્ષીય બાળકીને યુવકે છેડતી તેમજ હાથ પકડી લેતા ચકચાર** - At This Time

**ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે શાળાએથી ઘરે જતી( ૧૫) વર્ષીય બાળકીને યુવકે છેડતી તેમજ હાથ પકડી લેતા ચકચાર**


**ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે શાળાએથી ઘરે જતી ૧૫ વર્ષીય બાળકીનો હાથ પકડી યુવકે છેડતી કરી **

• સાંજે ખેતરમાં થઇને ઘરે જતાં યુવકે દોડી આવી હાથ પકડી છેડતી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સાંજે શાળાએથી ખેતરમાં થઇને ઘરે જઇ રહેલી 15 વર્ષિય તરૂણીની છેડતી કરી હતી. ચાર યુવકોએ હાથ પકડી મોઢુ દબાવી બળજબરી પૂર્વક ખેતરમાં લઇ જઇ છેડતી કરી હતી. આ મામલે તરુણીની માતાએ ચારેય સામે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે એક 15 વર્ષિય તરુણી સાંજના સમયે શાળાએથી છુટીથીને ખેતરોમાં થઇને ઘરે જતી હતી. તે દરમિયાન દિપકકુમાર ભુરસિંગ મુનિયા એકદમ દોડી આવી તરુણીનો પકડી પાડી તેના છાતીના ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો. તેમજ દિપકની સાથે મયુરકુમાર અરવિંદ મુનિયા, વૈભવ કાર્કિતક મુનિયાએ હાથ પકડી રાખ્યા હતા. તુષાર કમલેશ મુનિયાએ તરુણીનું મોઢુ દબાવી રાખી બળજબરીથી ખેંચીને મકાઇના ખેતરમાં લઇ જઇ છેડતી કરી બદકામ કરવાની કોશિષ કરી હતી. તરુણીએ બુમાબુમ કરી મુકતાં ચારે જણા ત્યાંથી નાસી ગયા હતા. ગભરાયેલી તરુણીએ ઘરે જઇને તેની સાથે બનેલી ઘટનાની જાણ પરિવારને કરી હતી. આ મામલે તરુણીની માતાએ ચારેય વિરૂદ્ધ ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતી અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીનીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.