પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી વિશ્વ ની સહુથી મોટી રાજકીય પાર્ટી બની છે, માનનીય નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ માં, દેશ વિશ્વ સ્તરે અગ્રેસર બન્યો છે. ભારત ના પ્રત્યેક નાગરિક ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ દેશને વધુ ને વધુ મજબૂત બનાવવા, વિકસીત ભારત મલના નિર્માણમાં પોતાનું યોગદાન પ્રદાન કરવા અર્થે સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
ભારતીય જનતા પાર્ટી ના બંધારણ મુજબ દરેક કાર્યકર્તાઓ ની પ્રાથમિક સદસ્યતા ની અવધિ ૬ વર્ષ ની રહે છે, અર્થાત્ ૬ વર્ષ પછી દરેક કાર્યકર્તાએ ફરી સદસ્ય બનવું પડે છે. આ સદસ્યતા અભિયાન બહોળા પ્રમાણ માં લોકો ભારતીય જનતા પાર્ટી ના સદસ્ય બની રહ્યા છે. ડિજિટલ ટેકનોલોજી ના માધ્યમ થકી ખૂબ સરડતા થી લોકો ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન પ્રદાન કરી શકે છે. આ અંતર્ગત, ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન સંદર્ભે બેઠક નું આયોજન કરવામાં આવેલ. હાલ ભારતીય જનતા પાર્ટી ના પ્રત્યેક કાર્યકર્તાઓ, નેતાઓ ઘરે ઘરે જઈ લોકો નો સંપર્ક કરી, તેઓને વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી ના પ્રાથમિક સભ્યો ની નોંધણી કરી રહ્યા છે. માનનીય નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વ થી પ્રેરિત થઈ લોકોમાં પણ પ્રાથમિક સદસ્ય બની, પ્રાથમિક સદસ્યતા કાર્ડ મેળવી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આ અભિયાન ને વધુ વેગવંતુ બનાવવા એક બેઠક નું આયોજન કરવામાં આવેલ.
આ બેઠક માં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલ કગથરા, પ્રદેશ મહામંત્રી તથા સાંસદ વિનોદ ચાવડા, સાંસદ રામ મોકરીયા, પ્રભારી પલ્લવીબેન ઠાકર, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, કમલેશ મીરાણી, મેયર વિનોદ ખીમસુરિયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, સાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ અધ્યક્ષો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો સહિત શહેર સંગઠન ના હોદેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ અધ્યક્ષ, સહિત મોરચા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.