દહેગામ આંગણવાડી કાર્યકર /તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે દહેગામ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
દહેગામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે દહેગામ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિવિધ માંગણીઓને લઈને આજે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા દહેગામ મામલતદારને આવેદન પત્ર આપી વિવિધ મંગાણીઓ દ્વારા સરકાર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે જેમાં (1) આંગણવાડી /તેડાગર બહેનોને માનવવેતન ના શબ્દથી મુક્ત કરી નિયમિત સરકારી કર્મચારી તરીકે દરજ્જો આપવામાં આવે અને લઘુતમ વેતન ધારા નું અમલીકરણ કરવામાં આવ્યું (2) આંગણવાડી નો સમય સવારે 10 વાગ્યાં થી 3 વાગ્યાં સુધીનો કરવામાં આવે તે સમયે અગાઉ કે તે સમયે પછી કોઈપણ તેડાગર /કાર્યકર ને કોઈપણ કામગીરી સોંપવામાં ના આવે (3) સમાજ સુરક્ષા કે અન્ય ખાતામાંથી આવેલ આંગણવાડી કાર્યકરોની સિનિયોરીટી તેઓની નોકરીમાં હાજર થયેલ તારીખથી જ ગણવામાં આવે (4) આંગણવાડી કાર્યકર /તેડાગર બહેનોને નજીવું માનદવેતન પણ છ મહિનાથી અનિયમિત મળે છે જે નિયમિત રીતે દર માસે તારીખ 1થી 5સુધી મળે તેવી વ્યવસ્થા કરવી આ બધી વિવિધ માંગણીઓ સરકાર પુરી નહિ કરે ત્યાં સુધી અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આંગણવાડી કાર્યકર /તેડાગર બહેનો અચોક્કસ મુદત સુધી હડતાળ કરશે અને તારીખ 26/10/2023 થી આંગણવાડી ના તમામ કામકાજ થી અળગા રહીને ગાંધીચિંધ્યા માર્ગે અહિંસાત્મક આંદોલન કરશે તેવું આંગણવાડી તેડાગર /કાર્યકર બહેનો દ્વારા જાણવા મળ્યું હતું. , , રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.