વીરપુર થી જિલ્લા મથકને જોડતો મુખ્ય માર્ગ ડાન્સિંગ માર્ગ બન્યો…
વીરપુર આદર્શ સ્કૂલ પાસેના રસ્તા પર ખાડારાજ...
રસ્તામાં ખાડા કે.. ખાડામાં રસ્તા તે કહેવું મુશ્કેલ..
મહીસાગર જિલ્લના વિરપુર ખાતે આદર્શ સ્કૂલ પાસેનો મુખ્ય માર્ગ જિલ્લા મથક લુણાવાડા ને જોડતો મુખ્ય માર્ગ છે આ માર્ગ કેટલાય સમય થી ખખડધજ થઈ ચુક્યો છે આ માર્ગ પર મસમોટા ખાડા અને કાદવ કિચ્ચડ થી ખદબદી ચુક્યો છે ચોમાસામાં આ રસ્તા પર થી પસાર થવું અશક્ય માનવામાં આવે છે અને જો પસાર થવાનું સાહસ કરવામાં આવે તો દ્વિ ચક્રીય વાહનો માટે જોખમરૂપ સાબિત થાય છે આ ખાડારાજ રસ્તા પર સરકારી હોસ્પિટલ અને સ્કૂલ આવેલી હોવાથી શાળાએ જતા આવતા બાળકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે આ માર્ગ પર ઈમરજન્સી સમયે મોતના કુવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે હાલના સમયમાં વરસાદના કારણે મસમોટા ખાડા પડી જવાથી આ રોડ ડાન્સિંગ રોડ બની જવા પામ્યો અને આજ રસ્તા પરથી વીરપુરના અનેક અધિકારીઓ ગાડીમાં પસાર થતા હોય છે તેમ છતાં કોઈ અધિકારી મગ નું નામ મરી પાડવા તૈયાર નથી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.