આજે સિહોર ખાતે ભગવાન જગન્નાથ યાત્રા અને બીજી વેલનાથજી બાપા ની યાત્રા નીકળી - At This Time

આજે સિહોર ખાતે ભગવાન જગન્નાથ યાત્રા અને બીજી વેલનાથજી બાપા ની યાત્રા નીકળી


આજે સિહોરમાં યોજાયેલી ભગવાન
જગન્નાથની રથયાત્રા કોમી એખલાસના માહોલમાં શાંતિપૂર્વક સંપન્ન થઇ છે. સવારે
9/00 વાગે ભગવાન જગન્નાથ, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજીની
નગરચર્યાનો પ્રારંભ થયો હતો અને મોડી સાંજે મંદિરમાં પરત ફર્યા હતા. અષાઢી
બીજના પવિત્ર દિવસે સમગ્ર દેશની સાથે સિહોર પંથક પણ ભગવાન જગન્નાથના
રંગે સંપૂર્ણપણે રંગાઇ ગયો હતો અને હજરોની સંખ્યામાં લોકો જોડાયા હતા કે
ઠેર માર્ગો શણગારા હતા.તેમજ યાત્રા દરમિયાન પ્રસાદ,પાણી વિતરણ સહિતનાં
આયોજનો કરાયા હતા સિહોરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
ભાવપૂર્ણ રીતે નીકળી હતી.આ રથયાત્રા સવારે 9/00 કલાકે સિહોરના ઠાકરદ્રારા
મંદિરેથી સંતો-મહંતો આગેવાનો રાજકીય સામાજીક લોકોની ઉપસ્થિતિમાં નીકળી
સિહોરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ રથયાત્રામાં શણગારેલા
ટ્રેકટર,રાસમંડળી,આકર્ષક ફલોટ,બેન્ડવાજા અને રથ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા
હતા.શહેરમાં ઠેર-ઠેર ભાવિક ભકતજનો દ્વારા ઠંડા પીણાના સ્ટોલો ઊભા કરવામાં
આવ્યા હતા.ઉપરાંત સુરકા દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજે ભવ્ય સ્વાગત
સન્માન કર્યું હતું, વેલનાથ યુવક મંડળ દ્વારા વેલનાથ બાપાની શોભાયાત્રાની
કાઢવામાં આવી હતી પરંપરાગત રૂટ ઉપર
યાત્રા ફરી હતી અને ખાતે વિસર્જન પામેલ.આ રથયાત્રામાં રંગદર્શી ધાર્મિક
માહોલને માણવા માટે મોટી સંખ્યામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિવિધ મંડળો
દ્વારા અનેક ફ્લોટસે આકર્ષણ જમાવ્યું હતું.તેમજ લોકો દ્વારા અનેક જગ્યાઓ પર નાસ્તા ચા પાણીના સ્ટોલ ની વ્યવસ્થા કરવામાં આવેલ રથયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોએ ભારે બંદોબસ્ત જાળવેલ અને pgvcl સ્ટાફ અને સ્ટાફ અને આરોગ્ય વિભાગ સાથે રહેલ અને રથયાત્રા સાથે પણ સતત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.