ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા વિભાગો ને આવેદન પત્ર પાઠવી જળસંગ્રહ અંગે ત્વરિત નિર્ણય કરવા માંગ કરી - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા વિભાગો ને આવેદન પત્ર પાઠવી જળસંગ્રહ અંગે ત્વરિત નિર્ણય કરવા માંગ કરી


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા વિભાગો ને આવેદન પત્ર પાઠવી જળસંગ્રહ અંગે ત્વરિત નિર્ણય કરવા માંગ કરી
રાજકોટ ગીરગંગા પરિવાર દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રી સહિત સબંધ કરતા વિભાગો ને આવેદન પત્ર રાજકોટ જીલ્લા કલેકટર, ગુજરાત સરકાર સિંચાઇ વિભાગ-રાજકોટ.ને રજુઆત
સૌરાષ્ટ્રમાં વરસાદના અભાવે ૫૦% થી પણ વધારે ચેકડેમો ના પાણી ખાલી જઈ ગયા છે તો તાત્કાલીક તે ડેમોને ઊંડા અને માટી કાઢવાની મંજૂરી આપવા બાબત રજુઆત કરાય સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં ખુબ સારો વરસાદ પડેલ તેથી ખેડૂતોએ સારું એવું વાવેતર કરી દીધેલ હોઈ અને હાલમાં છેલ્લા આશરે ૫૦ દિવસથી વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ૫૦% થી વધારે ડેમો ખાલી થઈ ગયેલ છે તો તાત્કાલિક ડેમને ઊંડા કરવાની મંજૂરી આપવા
(૧) ‘સૌની યોજના’ દ્વારા નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી તાત્કાલિક પાણી પહોંચાડવા
(૨) જે ડેમોમા પાણી છે તે ખેતીના સિંચાઇવાળા ડેમોમાંથી ખેતી માટે જરુરીયાત મુજબ તાત્કાલિક પાણી આપવું.
(૩)જે તુટેલા ચેકડેમ છે તેને રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા તાત્કાલિક શરૂઆત કરવી.તેમ ગીરગંગા પરિવારે જણાવ્યું હતું સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧૮ જેટલા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧૦૦૦ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ સખીયા, દિનેશભાઇ વોરા, રમેશભાઇ ઠક્કર, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રકાશભાઇ કનેરીયા, જિગ્નેશભાઈ પટોડીયા, વસંતભાઇ લીંબાસીયા, ભરતભાઇ ગાજીપરા, દિલીપભાઇ લાડાણી, ગોપાલભાઈ બાલધા, ભરતભાઇ ભૂવા, રતીભાઈ ઠુમ્મર, ભરતભાઇ પીપળીયા, મનીષભાઈ માયાણી, રમેશભાઇ જેતાણી, બચુભાઈ ધામી, ભૂપતભાઈ કાકડિયા, અશોકભાઇ મોલીયા અને માધુભાઈ પાંભર સહિત ના અગ્રણી ઓ એ ગુજરાત સરકાર ને વિનંતી કરેલ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.