ગીર સોમનાથમાં ૨૧મી ઓક્ટોબરે કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાશે વિશ્વાસથી વિકાસયાત્રા ફેઝ ૨.૦* ******* - At This Time

ગીર સોમનાથમાં ૨૧મી ઓક્ટોબરે કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાશે વિશ્વાસથી વિકાસયાત્રા ફેઝ ૨.૦* *******


*ગીર સોમનાથમાં ૨૧મી ઓક્ટોબરે કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાશે વિશ્વાસથી વિકાસયાત્રા ફેઝ ૨.૦*
*******
*કાર્યક્રમના સુચારું આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ઈણાજ ખાતે બેઠક યોજાઈ*
******
*મહાનુભાવોના હસ્તે થશે વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત*
*******
*ગીર સોમનાથ, તા.૨૦:* આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ શ્રી રામભાઈ મોકરિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાની અધ્યક્ષતામાં તા.૨૧ ઑક્ટોબર ૨૦૨૨ના રોજ શુક્રવારે સવારે ૧૦ કલાકે કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા ફેઝ ૨.૦નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા દ્વારા સંબંધિત વિભાગોને વિવિધ કામગીરીની સૂચના આપવામાં આવી હતી અને કામગીરી અંગે માર્ગદર્શિત કરાયા હતાં. જેમાં મંડપ, પાણી, વીજળી, બેઠક વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે બાબતો અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ આજે સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના મહાનુભાવો અને સ્થાનિક પદાધિકારીઓના હસ્તે ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં તમામ નાના મોટા વિકાસ કામોને આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમમાં સુત્રાપાડા, તાલાલા, વેરાવળ સહિત જિલ્લાના અન્ય તાલુકાના લોકો પણ ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.કે.મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા, પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એચ.ભાયા સહિત મામલતદારશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.