હૃદયમાં કાણું ધરાવતી ઢસાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું
હૃદયમાં કાણું ધરાવતી ઢસાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં એક પરિવારમાં જન્મેલી બાળકીને હૃદયમાં કાણું હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતાય. જોકે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અવનીનું સફળ ઓપરેશન કરવામાં આવતા મકવાણા પરિવારમાં રાહત સાથે આનંદ ફેલાયો છે.
ગઢડાના ઢસા ગામમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા લાલજીભાઈ મકવાણાના ઘેર ગત તા.5 જાન્યુઆરી,2020ના રોજ દીકરીનો જન્મ થયો હતો. સમગ્ર પરિવારમાં ખુબ જ ઉત્સાહ અને હર્ષનો માહોલ હતો. પરંતુ પરિવારનો ઉત્સાહ ચિંતામાં ફેરવાઈ ગયો જ્યારે તેમને ખબર પડી કે તેમની બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ગામેગામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.જેમાં અવનીના ઘરે પણ તપાસ માટે ટીમ પહોંચી.ત્યારે અવનીના પ્રાથમિક રિપોર્ટ કરાયો હતો. જેમાં તેના હૃદયમાં કાણું હોવાનું માલુમ પડ્યું હતુ. આ વાત સાંભળતા અવનીના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. પરંતુ સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ અવની અને તેના પરિવારને વ્હારે આવી હતી. અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નાનકડી અવનીના પરિવારને તાત્કાલિક અને નિ:શુલ્ક સારવાર માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અવનીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બોટાદના મકવાણા પરિવાર માટે આશીર્વાદ બનીને આવ્યો હતો અને તેમના જીવનને ખુશીઓથી ભરી દીધું છે. અવનીના પિતાના જણાવ્યા પ્રમાણે હવે તેની તબિયત સારી છે અને તે સ્વસ્થ જીવન જીવી રહી છે.રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમએ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવામાં આવતી અને રાજ્ય સરકાર દ્વારા અમલીકરણમાં આવતી ઉત્કૃષ્ટ યોજના છે. જે અંતર્ગત જન્મથી 18 વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોની કેન્સર, હ્રદય, કિડની પ્રત્યારોપણ સહિતના ગંભીર રોગોની નિ:શુલ્ક સારવાર કરાય છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય ટીમ દ્વારા બાળકોના આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.