દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર બની રહેલી મેડિકલ કોલેજ સામે લાઈટ લબુક ઝબુક - At This Time

દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર બની રહેલી મેડિકલ કોલેજ સામે લાઈટ લબુક ઝબુક


દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર પોરબંદરની નવી બની રહેલી મેડિકલ કોલેજ સામે જ ઓવરબ્રિજ ઉપરની તમામ લાઇટો લબુક-ઝબુક થઈ રહી છે.વાહનચાલકો પાસેથી તગડો ટોલટેકસ વસુલનારી નેશનલ હાઇવે ઓથોરિટીએ આ લાઈટનું સમારકામ તાત્કાલિક કરવું જરૂરી બન્યું છે. પોરબંદરના ઓડદર થી ત્રણ માઈલ થઈને કુછડી જતા નેશનલ હાઇવે ઉપર અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ છે અને રાત્રિના સમયે અહીયા હાઇવે પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, તેથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને તેમાં માનવીઓ કે પશુઓનો ભોગ લેવાય તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટીએ જાગી જવું જોઈએ અને હાઇવે પરની તમામ સ્ટ્રીટલાઈટ તથા સર્વિસ રોડ પરની બંધ સ્ટ્રીટલાઈટનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ તે ઇચ્છનીય છે.તસ્વીર


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.