‘મને અલગ કેબિન, કાર અને ફ્લેટ આપો’:કોણ છે IAS પૂજા ખેડકર, વિકલાંગ કેટેગરીમાંથી સિલેક્શન, પણ મેડિકલ નથી આપતા; 17 કરોડની મિલકત અને નોન-ક્રીમી લેયર ઉમેદવાર!
મહારાષ્ટ્ર કેડરની 2022 બેચની IAS ઓફિસર પૂજા ખેડકરને લઈને કેટલાક નવા ઘટસ્ફોટ થયા છે. પુણેમાં પ્રશિક્ષણ દરમિયાન તેની માગણીઓને કારણે ચર્ચામાં આવેલી ખેડકરે ત્યારે વીઆઈપી નંબર, ઘર, ગાર્ડ અને ચેમ્બર માગ્યા હતા. વિવાદને પગલે સરકારે ખેડકરની વાશીમ ટ્રાન્સફર કરી દીધી હતી. સત્તાના દુરુપયોગના ગંભીર આરોપો વચ્ચે મીડિયા સાથેની તેની પ્રથમ વાતચીત સામે આવી છે. અત્યારસુધી તેમનાં ડિસેબિલિટી સર્ટિફિકેટ, નોન-ક્રીમી લેયર પર સવાલો ઊઠી રહ્યા હતા. હવે તેમનો મોક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. પૂજા ખેડકરે UPSC પરીક્ષામાં 821મો રેન્ક મેળવ્યો છે. મીડિયા સાથે પ્રથમ વાતચીત સત્તાના દુરુપયોગના ગંભીર આરોપો વચ્ચે મીડિયા સાથેની તેની પ્રથમ વાતચીતમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરે જણાવ્યું હતું કે તે તેના પરના આરોપો પર બોલવા માટે અધિકૃત નથી. "વાશીમ જિલ્લા સાથે જોડાઈને હું ખૂબ જ ખુશ છું અને અહીં કામ કરવા માટે ઉત્સુક છું." આરોપોનો જવાબ આપવા માટે વધુ દબાણ કરતાં તેમણે કહ્યું, "સરકારી નિયમો મને આ બાબતે કંઈપણ બોલવાની મંજૂરી આપતા નથી, તેથી માફ કરશો, હું બોલી નહીં શકું. સોશિયલ મીડિયામાં મોક ઈન્ટરવ્યૂ વાઇરલ
સોશિયલ મીડિયા પર સામે આવેલા મોક ઈન્ટરવ્યૂમાં પૂજા ખેડકરે કહ્યું હતું કે તેનાં માતા-પિતા અલગ થઈ ગયાં છે, તેથી તે તેની માતા સાથે રહે છે, પરંતુ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી લડેલા તેના પિતાએ એફિડેવિટમાં આવું કંઈ કહ્યું નથી. પૂજા ખેડકરના વિવાદે યુપીએસસીના ઉમેદવારોમાં ચર્ચા જગાવી છે, જેમાં પૂજા ખેડકર વિવાદ મામલે તપાસની માગ થઇ રહી છે. IAS ઓફિસર પૂજા ખેડકરે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા માટે પોતાને નોન-ક્રિમિ OBC ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે તેમના પિતાએ તેમની ચૂંટણી એફિડેવિટમાં 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. આવી સ્થિતિમાં આઈએએસ પૂજા ઓબીસી નોન-ક્રીમી લેયર ઉમેદવાર હોવા અંગે સવાલો ઊઠી રહ્યા છે કે જો ઉમેદવારના પિતાની સંપત્તિ 40 કરોડ રૂપિયા હોય તો તેના બાળકને ઓબીસી નોન- ક્રીમી લેયરમાં કેવી રીતે ગણી શકાય. ચૂંટણી એફિડેવિટ મુજબ, પૂજા ખેડકરનાં માતા-પિતા પાસે 110 એકર ખેતીની જમીન છે. આ સિવાય છ દુકાન, સાત ફ્લેટ (હીરાનંદાનીમાં એક), 900 ગ્રામ સોનું, હીરા, 17 લાખ રૂપિયાની સોનાની ઘડિયાળ, ચાર કાર છે. આ સાથે તેમની પાસે બે ખાનગી કંપની અને એક ઓટોમોબાઈલ કંપનીમાં હિસ્સો છે. આટલું જ નહીં, IAS પૂજા ખેડકર પોતે 17 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. એટલું જ નહીં, એ પણ પ્રકાશમાં આવ્યું છે કે UPSCમાં સબ્મિટ કરવામાં આવેલા એફિડેવિટમાં પૂજા ખેડકરે દાવો કર્યો હતો કે તે દૃષ્ટિ ક્ષતિગ્રસ્ત અને માનસિક રીતે બીમાર છે. ખેડકરે આ વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ યુપીએસસીમાં પસંદગી માટે વિશેષ છૂટ મેળવવા માટે કર્યો હતો. સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓછા માર્ક્સ હોવા છતાં પૂજા ખેડકરે છૂટને કારણે પરીક્ષા પાસ કરી લીધી હતી. મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર પોતાની ડિમાન્ડોને લઇને ચર્ચામાં છે. તેના પર આરોપ છે કે સહાયક કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતાં પહેલાં તેણે પુણેના જિલ્લા કલેક્ટર પાસે અલગ ઘર અને કારની માગણી કરી હતી, સાથે જ તેણે સાયરન, VIP નંબર પ્લેટની ગાડી અને પોતાની લકઝરી સેડાન કાર પર મહારાષ્ટ્ર સરકારનું સ્ટિકર લગાવવાની માગ કરી હતી. હવે તેમની નિમણૂક પર પણ સવાલો ઊઠી રહ્યા છે. પૂજા ખેડકર મહારાષ્ટ્ર કેડરની 2022 બેચની IAS અધિકારી છે. અહેવાલો અનુસાર, તેણે UPSC પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 841મો રેન્ક મેળવ્યો હતો. પુણેના કલેક્ટર સુહાસ દિવાસે દ્વારા સામાન્ય વહીવટ વિભાગને સુપરત કરાયેલા અહેવાલ મુજબ, ખેડકરે 3 જૂને તાલીમાર્થી તરીકે ફરજમાં જોડાઈ એ પહેલાં જ તેને એક અલગ કેબિન, કાર, રહેણાક ક્વાર્ટર્સ અને એક પટાવાળા પ્રદાન કરવાની વારંવાર માગણી કરી હતી. જોકે તેને આ સુવિધાઓ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વિકલાંગ વર્ગમાંથી પરીક્ષા પાસ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા ખેડકરે 2019માં જનરલ કેટેગરીમાંથી UPSC સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપી હતી, પરંતુ ઓછા માર્ક્સને કારણે તે IAS પદ માટે પસંદ થઈ શકી ન હતી. બીજી વખત તેણે વિકલાંગ વર્ગમાંથી પરીક્ષા પાસ કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, પૂજા ખેડકરને 2 ફેબ્રુઆરી, 2022ના રોજ નિમણૂક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેણે કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર હોવાનો દાવો કર્યો હતો. કેવી રીતે મળી એપોઇન્ટમેન્ટ?
કોર્ટે જુલાઈ અને સપ્ટેમ્બર 2022 વચ્ચે ચાર વખત તેની મેડિકલ તપાસ કરી. તે ચારેય વખત હાજર ન થઈ અને તેથી ટ્રિબ્યુનલે તેને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે 2023માં તેની એફિડેવિટ રાઇટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016 હેઠળ સબ્મિટ કરવામાં આવી હતી અને પરિણામે તેની નિમણૂક મંજૂર કરવામાં આવી હતી. બનાવટી પ્રમાણપત્ર આપવાનો આરોપ
પીટીઆઈના અહેવાલ મુજબ, ખેડકરે કથિત રીતે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા માટે નકલી વિકલાંગતા અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) પ્રમાણપત્ર સબ્મિટ કર્યાં હતાં. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે માનસિક બીમારીનું પ્રમાણપત્ર પણ જમા કરાવ્યું હતું. એપ્રિલ 2022માં તેને તેના વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોવિડ સંક્રમણને ટાંકીને આ કરવામાં આવ્યું ન હતું. કેમ વિવાદમાં છે પૂજા ખેડકર?
જ્યારે અધિક કલેક્ટર અજય મોરે ગેરહાજર હતા ત્યારે તે તેમની ચેમ્બરમાં પણ જોવા મળી હતી. તેણે મોરેની સંમતિ વિના ઓફિસનું ફર્નિચર હટાવી દીધું હતું અને મહેસૂલ મદદનીશને તેના નામે લેટરહેડ, નેમપ્લેટ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું. ઉલ્લંઘનો સામે આવ્યાં પછી પુણેના કલેક્ટર સુહાસ દિવાસેએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો, જેના પગલે તેની પુણેથી વાશીમ બદલી કરવામાં આવી. એક પ્રોબેશનરી સિવિલ સર્વિસ ઓફિસર પૂજા ખેડકરે પસંદગી પ્રક્રિયામાં છૂટછાટ મેળવવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સબ્મિટ કરેલી એફિડેવિટમાં પોતાને દિવ્યાંગ જાહેર કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તેના પિતા દિલીપ ખેડકરે (રાજ્ય સરકારના પૂર્વ અધિકારી)એ તાજેતરની લોકસભા ચૂંટણી લડતી વખતે તેની સંપત્તિનું મૂલ્ય 40 કરોડ રૂપિયા જાહેર કર્યું હતું. જોકે અધિકારીએ જણાવ્યું હતું કે પૂજા ખેડકર OBC કેટેગરી હેઠળ સિવિલ સર્વિસની પરીક્ષામાં હાજર રહી હતી, જ્યાં 'ક્રીમી લેયર' મર્યાદા 8 લાખ રૂપિયા વાર્ષિક પૈતૃક આવક છે. ક્યાં ટ્રાન્સફર થઈ?
પુણેમાં પોસ્ટેડ ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરની મંગળવારે મધ્ય મહારાષ્ટ્રના વાશીમમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, કારણ કે તે એક સિવિલ સર્વન્ટ તરીકે સત્તાના કથિત દુરુપયોગ અંગેના વિવાદના કેન્દ્રમાં જોવા મળી હતી. સત્તાવાર આદેશ મુજબ, પૂજા ખેડકર 30 જુલાઈ, 2025 સુધીમાં વાશીમ ખાતે તેની તાલીમનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.