એનવી રમણ આજે મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થશે - At This Time

એનવી રમણ આજે મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થશે


નવી દિલ્હી, તા.૨૫મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) એનવી રમણ શુક્રવારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમણે નિવૃત્તિના આગલા દિવસે પેગાસસ, મની લોન્ડરિંગના કેસ સહિત કેટલાક મહત્વના કેસોની સુનાવણી કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે તેમના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમે વિવિધ હાઈકોર્ટોમાં ૨૨૪ ન્યાયાધીશોની નિમણૂક કરી હતી.મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે તેમની નિવૃત્તિના આગલા દિવસે પંજાબના ફિરોઝપુરમાં જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે સુરક્ષામાં ચૂક, નેતાઓ, પત્રકારો સહિત દેશના કેટલાક પ્રતિષ્ઠિત લોકોના મોબાઈલ ફોનની પેગાસસ સોફ્ટવેર મુદ્દે જાસૂસીના કેસ, મની લોન્ડરિંગ કાયદા હેઠળ ઈડીની સત્તાઓને પડકારતી કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની અરજી અને બિલ્કિસ બાનો કેસમાં ૧૧ દોષિતોને છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અરજી સહિત મહત્વના કેસોની સુનાવણી કરી હતી.ન્યાયાધીશ એનવી રમણ ૨૬મી ઑગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત તેમના વિદાય સમારંભમાં એનવી રમણે કહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે ન્યાયાધીશોની નિમણૂકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા બે મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમને દિલ્હી હાઈકોર્ટ માટે કેટલાક નામનોની કેન્દ્રને ભલામણ કરી છે અને તેમને આશા છે કે કેન્દ્ર આ નામોને મંજૂરી આપી દેશે. તેના ચોક્કસ ફિચર્સ અને વિશેષતાઓ અને કાયદાકીય કેસોની સંખ્યાની સરખામણીમાં દિલ્હી હાઈકોર્ટની દેશની અન્ય હાઈકોર્ટો સાથે સરખામણી થઈ શકે તેમ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.