અમીરગઢ તાલુકાના 14 ગામોને તંત્ર દ્વારા સતર્ક રહેવા અપીલ - At This Time

અમીરગઢ તાલુકાના 14 ગામોને તંત્ર દ્વારા સતર્ક રહેવા અપીલ


અમીરગઢ,
તા.24અમીરગઢ તાલુકામાં 
રવિવારના સવારથી ધીમીધારે વરસાદ શરૃ થયો છે .જ્યારે રાજસ્થાનના આબુરોડ તેમજ
અંબાજી વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ પડી રહ્યો હોવાથી બનાસનદીમાં પાણીના પ્રવાહ
માં વધારો થયો છે.ત્યારે કોઈનો જીવ જોખમમાં ન મુકાય તે હેતુથી સ્થાનિક વહીવટી
તંત્ર દ્વારા નદીના પટ માં ન ઉતરવા અપીલ કરાઈ છે.ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા માં હવામાન વિભાગ
દ્વારા આગામી ૨૮ જુલાઈ સુધી અતિ ભારે વરસાદ ની આગાહી આપવા માં આવી છ.ે ત્યારે
રવિવાર ની સવાર થી અમીરગઢ તાલુકા માં ધીમીધારે વરસાદ નું આગમન થતા વાતાવરણ માં
ઠંડક પ્રસરી છે .

જોકે,વરસાદની
આગાહીને ધ્યાનમાં રાખી કોઈ નું જીવન જોખમાય નહીં તે માટે અમીરગઢ મામલતદાર દ્વારા
લોકોને વહેતા પાણીમાંં ન ઉતરવા અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીયછેકે,અમીરગઢ તાલુકા
માંથી બનાસનદી,બાલારામ
સહિત કેટલીક નાની મોટી નદીઓ અને નાળાઓ આવેલા છ.ે જોકે ડુંગરાળ વિસ્તારમાં પડતા
વરસાદ ના લીધે નદી નાળાઓ માં પાણી ના વહેણ માં વધારો થઈ રહ્યો છ.ે ત્યારે તાલુકાના
નદી કાંઠા વિસ્તાર ના ૧૪ જેટલા ગામો ના લોકોને વહેતા પાણી માં ન ઉતરવા અપીલ કરાઈ
છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.