હીટ વેવને લઈ નાગરીકોની સુરક્ષા માટે બોટાદ જિલ્લા આરોગ્ય તંત્ર સતત કાર્યરત;અલમપૂર ગામમાં મનરેગા યોજના હેઠળ ચાલતાં રાહત કામનાં ખેત મજૂરી કરતાં લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું - At This Time

હીટ વેવને લઈ નાગરીકોની સુરક્ષા માટે બોટાદ જિલ્લા આરોગ્ય તંત્ર સતત કાર્યરત;અલમપૂર ગામમાં મનરેગા યોજના હેઠળ ચાલતાં રાહત કામનાં ખેત મજૂરી કરતાં લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું


રાજયભરમાં હીટ વેવ ચાલી રહી છે અને તેનાથી બચવાના ઉપાયો અને નાગરીકોની સુરક્ષા માટે બોટાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. આ અંગે બોટાદ જિલ્લાના PHC ઉમરાળાના આયુષ્યમાન આરોગ્ય મંદિર અલમપૂર ખાતે અલમપૂર ગામમાં મનરેગા યોજના હેઠળ ચાલતાં રાહત કામનાં ખેત મજૂરી કરતાં લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું, સાથે સાથે બ્લડપ્રેશર તથા ડાયાબિટીસનું ચેકઅપ કરી જરૂરી દવા, ORS નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હીટ વેવ અંતર્ગત આરોગ્યલક્ષી માહિતી પણ આપવામાં આવી હતી.
આ સ્ક્રીનીંગ દરમિયાન CHO નિકુંજભાઈ પટેલ, MPHW પિયુષભાઈ દેવમુરારી, FHW અંકિતાબેન ચૌહાણ, આશાવર્કર નીતાબેન રામાનંદી, આશા વર્કર કાજલબેન દુલેરા દ્વારા રાહત કામ કરતાં લાભાર્થીઓની પ્રાથમિક તપાસ અને લુ લાગવાથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image