ત્રણ ટર્મિનલના અપગ્રેડેશન કરવા ઉપરાંત વાસણા ખાતે ૬૯૮ કરોડના ખર્ચથી ૩૭૫ એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ પ્લાન્ટ બનાવાશે - At This Time

ત્રણ ટર્મિનલના અપગ્રેડેશન કરવા ઉપરાંત વાસણા ખાતે ૬૯૮ કરોડના ખર્ચથી ૩૭૫ એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ પ્લાન્ટ બનાવાશે


અમદાવાદ,રવિવાર,21
ઓગસ્ટ,2022અમદાવાદમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન પ્રોજેકટ
માટે વિશ્વ બેંક તરફથી મળનારી લોન પૈકી વાસણા ખાતે હયાત ત્રણ ટર્મિનલના અપગ્રેડેશન
ઉપરાંત ૩૭૫ મિલીયન લીટર પર ડેની ક્ષમતા ધરાવતો નવો સુએજ પ્લાન્ટ બનાવવા સીટી
રેસિલિઅન્સ પાર્ટનરશીપ હેઠળ વિશ્વબેંક ગુજરાત સરકારને અને સરકાર મ્યુનિસિપલ
કોર્પોરેશનને ગ્રાન્ટ આપશે.૬૯૮ કરોડના ખર્ચે બનાવવામાં આવનારા સુએજ ટ્રીટમેન્ટ
પ્લાન્ટ માટે રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે.આઠ સપ્ટેમ્બરે ટેકનીકલ બીડ
ખોલવામાં આવશે.નેશનલ સેન્ટર ઓફ અર્થ સાયન્સ થિરુઅનંતપુરમ અને ફિઝિકલ
રીચર્સ લેબોરેટરી અમદાવાદ દ્વારા સાબરમતી નદીના ડાઉન સ્ટ્રીમમાં આવેલા કેટલાક
ગામમાં સોઈલ સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સેમ્પલમાં હેવી મેટલનું પ્રમાણ વ્યાપક
પ્રમાણમાં જોવા મળ્યુ હતું.સોઈલ સેમ્પલ જયાંથી પાણી છોડવામાં આવે છે તેની નજીકમાં
આવેલા વાસણા-નારોલબ્રીજ,ગ્યાસપુર
અને ખેડામાં અલગ અલગ સ્થળેથી લેવામાં આવ્યા હતા.ગ્યાસપુર અને ખેડામાંથી લેવામાં
આવેલા સેમ્પલમાં આલ્કાઈનનું પ્રમાણ સવિશેષ જોવા મળ્યુ હતું.ઉપરાંત કેડીયમ,નિકલ,ક્રોમીયમ, ઝીંક સહિતના
તત્વોનું પ્રમાણ જોવા મળતા એવુ પ્રાથમિક તારણ આપવામાં આવ્યુ હતુ કે, અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની સુએજ લાઈનમાં ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ છોડવામાં આવી રહયો છે.થોડા સમય પહેલા વિશ્વબેંકની ટીમ અમદાવાદ આવી હતી.જયાં
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા હયાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત પણ ટીમ
દ્વારા લેવામાં આવી હતી.વિશ્વબેંક તરફથી ત્રણ હજાર કરોડની લોન આપવા સંમતિ અપાયા
બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સીટી રેસિલિઅન્સ પ્રોજેકટ અંતર્ગત નવા ૩૭૫
એમ.એલ.ડી.ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા પ્લાન્ટ માટે ડીઝાઈન,બિલ્ટ અને ઓપરેશન
અને અપગ્રેડેશન ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર કે જેમાં હયાત ત્રણ ટર્મિનલ સુએજ પમ્પિંગ
સ્ટેશનના  પંદર વર્ષ સુધી ઓપરેશન અને
મેઈન્ટેઈનન્સ કરવા માટે અંદાજીત રુપિયા ૬૯૮ કરોડની કેપીટલ કોસ્ટ સાથે રીકવેસ્ટ ફોર
પ્રપોઝલ મંગાવી છે.ગુજરાત સરકારને વિશ્વબેંક તરફથી ગુજરાત રિસિલિઅન્સ સીરીઝ
પાર્ટનર્શીપ હેઠળ લોન મળશે.જે સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના હયાત
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન સહિતની કામગીરી માટે આપશે.સરદારનગર વોર્ડમાં નદીમાં છોડાતુ  ડ્રેનેજનું પાણી બંધ કરવુ પડયું

શહેરના કોતરપુર ઉપરાંત રણમુકતેશ્વર મંદિર અને સરદારનગર
વોર્ડમાં રીવરસાઈડ સ્કૂલની પાછળ સ્ટ્રોમ વોટર ડક મારફતે સાબરમતી નદીમાં ડ્રેનેજનું
પાણી છોડવામાં આવતુ હતું.છોડવામાં આવતા ડ્રેનેજના પાણીને તાકીદે બંધ કરવા ગુજરાત
હાઈકોર્ટ ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને
આપવામાં આવેલા આદેશને પગલે રીવરસાઈડ સ્કૂલ પાછળના ભાગમાં ૨.૨૦ બાય ૨.૨૦ મીટરની
સ્ટ્રોમ વોટર ડક ઉપર ૧૪.૬૮ લાખના ખર્ચથી 
ટેમ્પરરી ડમી મારી ગેટ ફીકસ કરી બંધ કરવામાં આવ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.