શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

વિધાર્થીઓને સુસ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવવામાં આવ્યુ

શ્રી વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેના અંતગતૅ શાળાના કેમ્પસમાં વિવિધ યોગાસનો વિશે માહિતી સાથે યોગ કરવામાં આવ્યા.શાળાના યોગગુરૂ સિધ્ધાર્થ હીરપરાએ વિવિધ યોગ કરાવી સ્વાસ્થ્ય માટે યોગ કેટલા મહત્વના છે તે સમજાવ્યુ હતું.પી.ટી.આઈ. વલ્લભ નાકરાણીએ શારિરીક કસરત અને યોગ વચ્ચેનો તફાવત તેમજ યોગ કરવાના યોગ્ય સમય વિશે સમજાવટ આપી હતી. મથુર સોજીત્રા એ તથા શિક્ષક ગણ એ આ ભવ્ય ઉજવણીમાં ખૂબ જહેમત ઉઠાવી હતી.શાળાના પ્રિન્સીપાલ પ્રફૂલ વાડદોરીયા તથા નિયામક એસ.કે. ફૂલમાળીયાએ કાયૅક્રમની સફળતા માટે આનંદ ની લાગણી વ્યકત કરી હતી.તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયાએ અભિનંદન આપ્યા હતા.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.