રિવોલ્વરથી લઈ રાઈફલ સુધીનાં હથિયાર બનશે રાજકોટમાં, ફેક્ટરીના માલિક મહિલા અને સ્ટાફ પણ ‘ઓન્લી લેડીઝ’!
અત્યારસુધી સર્વશ્રેષ્ઠ હથિયારો મેડ ઈન જર્મનીનાં જ ગણાતાં હતાં. ‘જર્મન મેઇડ’ રિવોલ્વર હોય કે પિસ્તોલ, તેને ખરીદવા લાખો રૂપિયાનો ખર્ચ કરતા પણ શોખીનો ખચકાય નહીં. જોકે, હવે હથિયારોના માર્કેટમાં પણ રાજકોટની બોલબાલા રહેશે. મૂળ રાજકોટની અને હાલ મુંબઈ રહેતી પ્રીતિ પટેલ નામની મહિલા ઘરઆંગણે જ હથિયારોનું ઉત્પાદન કરવા જઈ રહી છે. તેમની સૂઝબૂઝ અને પહેલથી બનનારાં એન્ટિ-એરક્રાફ્ટ ગન સુધીનાં હથિયારો હવે ‘મેઇડ ઈન જર્મન’ નહીં, પણ ‘મેઇડ ઈન રાજકોટ’ની ઓળખ ધરાવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.