આંબા વાવો તો કેરી આવે ને ? દામનગર તજા પરિવારે પૌત્ર જન્મ ની અનોખી ઉજવણી કરી ૬૦૦ થી વધુ બાગાયતી રોપા વિતરણ કર્યા - At This Time

આંબા વાવો તો કેરી આવે ને ? દામનગર તજા પરિવારે પૌત્ર જન્મ ની અનોખી ઉજવણી કરી ૬૦૦ થી વધુ બાગાયતી રોપા વિતરણ કર્યા


આંબા વાવો તો કેરી આવે ને ?

દામનગર તજા પરિવારે પૌત્ર જન્મ ની અનોખી ઉજવણી કરી ૬૦૦ થી વધુ બાગાયતી રોપા વિતરણ કર્યા

દામનગર શહેર ના હાલ સુરત સ્થિત સ્વ દેવજીભાઈ હીરાભાઈ તજા પરિવાર માં પૌત્ર રત્ન ના જન્મ પ્રસંગે ની સામાજિક સંરચના માં ઉજવાતા રિવાજ પરંપરા માં અનોખી પહેલ કરી "આંબો વાવો તો કેરી આવે ને ?" કાંતિભાઈ દેવજીભાઈ તજા ના પુત્રરત્ન જીજ્ઞેશ ને ત્યાં પૌત્ર રત્ન "ધનવીર" ના જન્મ ના વધામણાં માં ૬૦૦ થી વધુ ઉજરેલ આંબા સહિત ના અન્ય બાગાયત ઝાડ ના રોપા નું વિતરણ કરાયું સાથે સુંદર સદેશ આપ્યો "ચાલ તું મને તારા માં વાવી દે ને હું તને મારા માં વાવી દઉં હું તારા માં ઉગીશ ને તુ મારા માં એમ એકબીજા ની હદય ની માટી માં ભળી ને રોપાઈ જઈશું એકમેક માં ને સર્જીશું શુદ્ધ પર્યાવરણ પછી સુંદર બની મહેકી ઉઠશે જીવન" સામાજિક સંરચના ઓમાં આવતા દરેક પ્રસંગો કે પરંપરા રિવાજો આવી રીતે ઉજવી એ તો ? પર્યાવરણ અને પકૃતિ નું કેવડું મોટું કાર્ય થઈ શકે ? સામાન્ય ખેડૂત પરિવારે પૌત્ર જન્મ ની અનોખી ઉજવણી કરી સમસ્ત માનવ સમાજ ને સુંદર સદેશ આપ્યો હતો સજ્જન વ્યક્તિ એટલે ગામ ના પાદર માં ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર હોય છે જે ફળ અને છાયો બંને આપતા રહે છે ખૂબ મોટી સંખ્યા માં બાગાયતી રોપા વિતરણ નો લાભ શહેરીજનો એ મેળવ્યો હતો વૃક્ષ ઉછેર કરો પર્યાવરણ અને પ્રકૃતિ ની રક્ષા કરવી એ ઈશ્વર ની આરાધના સમાંતર છે દરેક જીવાત્મા નું કલ્યાણ કરવું હોય તો વૃક્ષ વાવો વવરાવો નો હદયસ્પર્શી સદેશ આપ્યો હતો

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.