ગરબાડામાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા મઢી ફળિયા ખાતે બે ઘરોના પતરા ઉડ્યા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે આગાહી સાચી પડતા ગરબાડા નગર સહિત પંથકમાં વાતાવરણનો મિજાજ બદલાતા વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. ભર ઉનાળાના આકરા તાપ અને ભારે ગરમી વચ્ચે ગતરોજ બપોર બાદથી વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે કમોસમી ધોધમાર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગતરોજ નગર સહિત પંથકમાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાઈ થવાના તથા ઘરોના છાપરા ઉડી જવાના બનાવો બન્યા હતા. ત્યારે આજરોજ સવારના સમયે ગરબાડામાં ભારે પવન ફૂંકાતા ગરબાડા નગરના મઢી ફળીયા વિસ્તારમા બે ઘરોના પતરા ઉડી જવા પામ્યા હતા, તો સિમેન્ટના પતરા તૂટી જવા પામ્યા હતા. ભારે પવન ફુંકાતા ઘરોના પતરા ઉડીને ખેતરોમાં છેક દૂર સુધી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો ન હતો. પરંતુ બંને ઘરોને નુકશાન થવા પામ્યું છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.