પતિ ઘરે આવતો બંધ થઈ ગયાં બાદ ખર્ચો પણ ન આપતાં બે દિવસથી ભૂખથી ટળવળતી પરિણીતાએ ફીનાઇલ પીધું
ખોડીયારનગર શેરી નં.17 માં રહેતી સબીનાબેન અઝરુદ્દીનભાઈ મજગુલ (ઉ.વ.23) એ તેના પતિ અજરૂદિન ઉકા મજગુલ, સસરા ઉકાભાઈ અને સાસુ બેન વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, હું મારા પતિ સાથે રહું છું અને મારા પતિ કારખાનામાં મજૂરી કામ કરે છે. તેઓના લગ્ન પાંચ વર્ષ પહેલા ભગવતીપરામાં રહેતાં અઝરુદીન સાથે થયેલ હતાં. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્રી છે. લગ્ન થયાના ત્રણ વર્ષથી તે દંપતી તેમના સાસુ સસરાથી અલગ રહે છે અને તેમના સાસુ સસરા ભગવતીપરામાં અલગ રહે છે.
છેલ્લા એકાદ વર્ષથી તેમના પતિ ઘરે 15-20 દિવસે એક વખત આવે અને તેને તમે કેમ ઘરે આવતા નથી પૂછતાં તે મારી સાથે બોલા ચાલી કરી ઝઘડો કરી ઘરેથી ચાલ્યા જાય છે
અને હું અને મારી દીકરી એકલા રહીએ છીએ, જેથી આ બાબતે તેમના સસરાને વાત કરેલ તો તે પણ બોલવા લાગેલ જેથી હું મારી દીકરીને લઈને તેના ઘરે ગયેલ હતી તો મારા સાસુ તથા સસરા મને તેના ઘરેથી કાઢી મુકેલ હતી અને ગાળો આપવા લાગેલ હતા. જેથી આ બાબતે મહિલા પોલીસ સ્ટેશન અરજી આપેલ હતી. પરંતુ તેમ છતાં મારા પતિ ઘરે આવતા ન હોય અને ઘર ચલાવવા માટે કોઈ રૂપિયા કે રાશન આપતા ન હોય અને હું તથા મારી દીકરી છેલ્લા બે દિવસથી કંઈ જમ્યા ન હોય જેથી ગઈકાલે મારા ઘરે ફિનાઈલ પી લીધેલ હતી બાદમાં મારા માવતરને જાણ કરતા મને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.