જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ઘઉંના 3751ના વિક્રમી ભાવે મૂહર્તના સોદા - At This Time

જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ઘઉંના 3751ના વિક્રમી ભાવે મૂહર્તના સોદા


તા...15/02/2025

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME

જેતપુર માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટની મધ્યમાં આવેલ ખેડુતો માટે સુવીધા યુકત નવી સીઝનમાં જેતપુર વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર ખુબજ મોટા વિસ્તારમાં થયેલ હોય જેથી ખુબ સારી કવોલીટીમાં ઘઉંનું ઉત્પાદન ચાલુ થયેલ છે. જેતપુર તાલુકાના બજાર વિસ્તારના કમાન્ડ એરીયાના ઘઉંનું ઉત્પાદન દર વર્ષે ખુબજ સારૂ રહે છે.

ગઈકાલે જેતપુર માર્કેટ યાર્ડ ખાતે નવા ઘઉંની આવકના શ્રીગણેશ થયેલ. ચેરમેન જમનભાઇ એન. ભુવા, વા.ચેરમેન વિનોદભાઇ પાઘડાળ, ડિરેકટર પરસોતમભાઇ રાદડીયા તથા ભરતભાઇ ગોંડલીયા, તેમજ તમામ ખેડુતોની હાજરીમાં નવા ઘઉંની હરરાજી કરેલ. નવા ઘઉંમાં આજરોજ ઘેલાભાઇ સાવલીયા, ઘંટીયાણ ભાવ પ્રતી 20 કિ.લો. ના રૂા.3751ના ઊંચામાં ફકતને ફકત 7 કટ્ટાના વિકમી ભાવે અંકુર ટ્રેડીંગએ ખરીદ કરેલ. નવા ઘઉંની હરરાજીમાં જેતપુર યાર્ડના વેપારીઓએ ખુબજ ઉત્સાહીત ભાગ લઇ ઘઉં ઉચ્ચતમ ભાવોએ ખરીદ કરેલ જેનાથી ખેડુતભાઇઓએ ખુશી વ્યકત કરેલ.
જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવકો શરૂ થતા પ્રથમ દિવસે 50 ક્વિન્ટલની આવકો થતા તેની વધામણીમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ માર્કેટ યાર્ડના ચેરમેન જમનભાઇ એન. ભુવા, વા.ચેરમેન વિનોદભાઇ પાઘડાળ, વેપારી એસોસીએશને, દલાલ મંડળ, કર્મચારી ગણ તથા ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી.વધુમાં ચેરમેન તથા વા.ચેરમેનએ ઘઉંની ખેતી કરતા ખેડુતોને ઘઉંનું ઉત્પાદન થતા જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે ઘઉં લઈ આવવા અનુરોધ કરેલ.


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image