અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું. - At This Time

અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.


અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.
અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે.જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતગર્ત આજે તમામ આરોગ્ય કેન્દ્રમાં મતદાન જાગૃતિ માટે રંગોળી પૂરવામાં આવી રહેલ છે. ITI કસાણા, મેઘરજ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત 100 ટકા મતદાનનો સંકલ્પ તાલીમાર્થી ભાઈ બહેનોને પરિવારના મતદારો સુધી પહોંચાડવા સંકલ્પ કરવામાં આવ્યો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.