એક્ટરોની વધતી ડિમાન્ડ અંગે અનુરાગે કર્યો ખુલાસો:બોલ્યો, ‘એક્ટરે હેલ્ધી ડાયટના નામે દરરોજ 2 લાખ ફી લેનાર શેફની ડિમાન્ડ કરી’
છેલ્લાં ઘણા સમયથી એક્ટરોની વધેલી ફી ચર્ચામાં છે. કલાકારોની ફી વધવાને કારણે ફિલ્મનું બજેટ પણ વધી જાય છે, આવી સ્થિતિમાં દિગ્દર્શકોએ અન્ય કલાકારોના પૈસા કાપવા પડે છે. આ સિવાય કલાકારોની મનગમતી ડિમાન્ડ પણ ચર્ચામાં છે. કરન જોહર અને ફરાહ ખાન બાદ હવે અનુરાગ કશ્યપે આ પ્રકારની ડિમાન્ડનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે એક એક્ટરે તેની ફિલ્મ કરવા માટે એક શેફની ડિમાન્ડકરી હતી, જે દરરોજ રસોઈ બનાવવા માટે 2 લાખ રૂપિયા લેતો હતો. અનુરાગ કશ્યપે જેનિસ સિક્વેરાને આપેલા ઇન્ટરવ્યૂમાં કોઈનું નામ લીધા વગર કલાકારોની ડિમાન્ડનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું, 'મેં સાંભળેલી અત્યાર સુધીની સૌથી ખરાબ ડિમાન્ડ એ છે કે એક્ટરે મને કહ્યું કે એક શેફ છે જે દરરોજ રસોઈ બનાવવા માટે 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે ફૂડને જોયા પછી મને વિચાર આવ્યો કે આ ખોરાક છે કે પક્ષીઓના દાણા. આટલું ઓછું. એક્ટરોનું અનુકરણ કરતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, 'મને થોડી સ્વાસ્થ્ય સમસ્યા હતી. હું તો ફક્ત આ જ ખાવ છું. આ બધું મારા સેટ પર નથી થતું : અનુરાગ કશ્યપ
વધુમાં કહ્યું, 'આમાં નિર્માતાઓ અને તેમના એજન્ટોની ભૂલ છે. મને સમજાતું નથી કે નિર્માતા સેટ પર આ બધું કેમ થવા દે છે. મારા સેટ પર આવું થતું નથી. અનુરાગે એમ પણ કહ્યું છે કે કેટલાક હેર અને મેકઅપ આર્ટિસ્ટ રોજના 75 હજાર રૂપિયા લે છે. તેમની ફી ટેકનિશિયન કરતા વધુ છે. તેમણે કહ્યું છે કે જો તે પોતે હેર કે મેકઅપ આર્ટિસ્ટ હોત તો વધુ અમીર હોત. કલાકારોની ફી અને માગણીઓ પર ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ ફિલ્મ એસોયેએશને પણ એક બેઠક યોજીને સ્ટાર્સની વધતી ફી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, 'ઘણી બિનજરૂરી ડિમાન્ડ છે જે કલાકારો કરે છે. તેઓને તમામ લકઝુરી જોઈએ છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે કેટલાક કલાકારો પાસે 5 વેનિટી વાન હોય છે, એક જિમિંગ માટે, એક રસોઈ માટે, એક ખાવા માટે અને એક અલગ ન્હાવા અને લાઇન પ્રેક્ટિસ માટે. આ ગાંડપણ છે. કોઈ પાગલ જ હશે જે 5 વેનિટી વાન સાથે રાખે છે. ફરાહ ખાને કહ્યું- એક્ટર્સ 4 વેનિટીની માગ કરે છે
હાલમાં જ ફરાહ ખાને ટીવી કપલ દીપિકા કક્કર અને શોએબની યુટ્યુબ ચેનલ માટે આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ઘણા કલાકારો ફિલ્મોમાં કામ કરવા માટે 4 વેનિટી ડિમાન્ડ કરે છે. જ્યાં સુધી વાન ન આવે ત્યાં સુધી કલાકારો શૂટિંગ શરૂ કરતા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.