અનુપમ ખેરની ઓફિસમાં થઈ ચોરી:પૈસા અને ફિલ્મની નેગેટિવ રીલ ચોર લઈ ગયા; એક્ટરે સો.મીડિયા પર લખ્યું, 'ભગવાન તેમને સદબુદ્ધિ આપે' - At This Time

અનુપમ ખેરની ઓફિસમાં થઈ ચોરી:પૈસા અને ફિલ્મની નેગેટિવ રીલ ચોર લઈ ગયા; એક્ટરે સો.મીડિયા પર લખ્યું, ‘ભગવાન તેમને સદબુદ્ધિ આપે’


મુંબઈમાં અનુપમ ખેરની વીરા દેસાઈની ઓફિસમાં ચોરી થઈ હોવાની માહિતી મળી છે. ઓફિસના એકાઉન્ટ વિભાગમાંથી સેફ બોક્સ લઈને ચોરો નાસી છૂટ્યા હતા. એટલું જ નહીં, ચોર તેમની સાથે એક ફિલ્મનું નેગેટિવ રીલ બોક્સ પણ લઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં ચોર ઓટોમાં બેઠેલા જોવા મળ્યા હતા. અનુપમ ખેરે આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. તેમણે તૂટેલી તિજોરીનો વીડિયો પણ શેર કર્યો છે. અનુપમ ખેરે પોસ્ટ શેર કરીને જાણકરી આપી
પોસ્ટમાં લખ્યું છે કે, મારી વીરા દેસાઈ રોડ સ્થિત ઓફિસમાં ગઈકાલે રાત્રે બે ચોરોએ ઓફિસના બે દરવાજા તોડીને એકાઉન્ટ વિભાગમાંથી આખી સેફ (જે કદાચ તેઓ તોડી ન શક્યા) અને અમારી કંપની દ્વારા નિર્મિત ફિલ્મની નેગેટિવ જે એક બોક્સમાં હતી તે ચોરી ગયા. ગયા. અમારી ઓફિસે એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે ખાતરી આપી છે કે ચોરોને જલ્દી જ પકડી લેવામાં આવશે કારણ કે સીસીટીવી કેમેરામાં બંને સામાન સાથે ઓટોમાં બેઠેલા જોવા મળ્યા છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. પોલીસ આવે તે પહેલાં આ વીડિયો મારી ઓફિસના લોકોએ બનાવ્યો હતો! તિજોરીમાં 4 લાખ રૂપિયા રાખવામાં આવ્યા હતા
એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે ચોરોએ તાળું તોડીને રોકડ સહિત લગભગ 4.15 લાખ રૂપિયાનો સામાન ચોરી લીધો હતો. અનુપમ ખેરે પણ આ વિશે એક મીડિયા સાથે વાત કરી અને જણાવ્યું કે જે રીલ ચોરોએ ચોરી કરી હતી તે બેગમાં હતી. ચોરોને લાગ્યું કે થેલીમાં પૈસા હશે. તે ફિલ્મ 'મૈંને ગાંધી કો ક્યોં મારા?'ની રીલ્સ હતી. અનુપમ ખેરે વધુમાં કહ્યું, 'આ એક જૂની ઇમારત છે, જેમાં માત્ર થોડા જ સીસીટીવી કેમેરા છે. મને મળેલા ફૂટેજ પરથી હું જોઈ શકતો હતો કે બે લોકો સામેલ હતા. અંબોલી પોલીસે મને ખાતરી આપી છે કે તેઓ તેમને શોધી કાઢશે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.