પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપી યુવાનની આગોતરા જામીનની માંગ રદ - At This Time

પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપી યુવાનની આગોતરા જામીનની માંગ રદ


સુરતઆરોપી બિહારી યુવાને  ભોગ બનનાર સાથે સંમતિથી શરીર સંબંધ બાંધવા  તથા વોટ્સએપ ચેટ પણ રજુ કરી હતીગોડાદરા
પોલીસ મથકની હદમાં રહેતી 16 વર્ષ 9 માસની વયની તરૃણીને લગ્નની લાલચે ભગાડી જઈ બે
મહીના સુધી ભાડાના મકાનમાં રાખીને બળાત્કાર ગુજારનાર આરોપી યુવકની આગોતરા જામીનની
માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી છે.મૂળ
બિહારના વતની 19 વર્ષીય આરોપી ભોલાકુમાર ઉર્ફે દિપુ વિનોદ શાહ(રે.ગણેશનગર,ગોડાદરા નહેર
લિંબાયત)તા.7-5-22 ના રોજ 16 વર્ષ 9 માસની વય ધરાવતી તરૃણીને લગ્નની લાલચે ભગાડી
જઈને કડોદરા ખાતે ભાડાના મકાનમાં બે મહીના રાખીને તેની ઈચ્છા વિરુદ્ધ એકથી વધુવાર
શરીર સંબંધ બાંધ્યા હતો.જેથી ભોગ બનનારના ફરિયાદી વાલીએ આરોપી વિરુધ્ધ ગોડાદરા
પોલીસમાં પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં
પોલીસ ધરપકડથી બચવા આરોપી ભોલાકુમાર શાહએ આગોતરા જામીન માટે માંગી  બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીને બનાવના
દિવસથી ફ્રેકચર હોઈ બેડરેસ્ટ કરવાનું તબીબે કહ્યું છે. ભોગ બનનાર અને આરોપી વચ્ચે
મિત્રતાના સંબંધ હોઈ સંમતિથી સંબંધ બાંધ્યો હોઈ નાની વય હોવાથી આરોપીને આગોતરા
જામીન આપવા માંગ કરી હતી. જેના સમર્થનમાં આરોપીએ વોટસ એપ ચેટ રજુ કરી હતી. જેના
વિરોધમાં એપીપી તેજશ પંચોલીએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાના પ્રથમ
દર્શનીય કેસ હોઈ  મેડીકલ કરાવવા આરોપીની
હાજરી જરૃરી છે.આરોપી બિહારનો વતની હોઈ જામીન આપવાથી નાસી ભાગી જાય તેમ હોવા
ઉપરાંત સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.