એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ફરિયાદ: દ્વારકાધીશ ટી સ્ટોલમાંથી બાળ મજૂરોને મુક્ત કરાયા - At This Time

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ફરિયાદ: દ્વારકાધીશ ટી સ્ટોલમાંથી બાળ મજૂરોને મુક્ત કરાયા


વડોદરા,તા.10 ઓગષ્ટ 2022,બુધવારએન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વડોદરાએ વાઘોડિયા ચોકડી  બ્રિજ પાસેની દ્વારકાધીશ ટી સ્ટોલમાં મજૂરી કરતા બે બાળ મજૂરોને મુક્ત કરાવી સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. હોટલ સંચાલક 14 વર્ષના બે બાળકોને ચા બનાવવા અને પીરસવા માટે  રાખી 7 હજાર લેખે મહેનતાણું ચુકવતો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વડોદરાના પોલીસ જવાનો વડોદરા શહેર વિસ્તારમાં બાળમજૂરી અંકુશની કામગીરી માટે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, વાઘોડિયા ચોકડી બ્રિજ નીચે દ્વારકાધીશ ટી સ્ટોલ ખાતે સંચાલક નાના બાળકો પાસે બાળમજૂરી કરાવી આર્થિક શોષણ કરે છે. નરોડા દરમિયાન એક બાળક ચા બનાવતો અને બીજો બાળક ચા પીરસતો નજરે ચડ્યો હતો. હોટલ સંચાલક બંને 14 વર્ષના બાળકોને સવારે 10 થી રાત્રિના 10 સુધી નોકરી પર રાખી 7 હજાર લેખે વેતન ચૂકવતો હતો. પોલીસે હોટલ સંચાલક પિયુષ મનહરભાઈ વસાવા ( રહે - વલ્લભનગર, બાપોદ જકાતનાકા ) ની સામે ધી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને બાળમજૂર પ્રતિબંધ  અધિનિયમ હેઠળ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સંચાલકની અટકાત કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.