૧૦૮ કુંડિય મહા ગાયત્રી યજ્ઞ અને ધ્વજા આરોહણ કરવામાં આવેલ સાબરમતી - At This Time

૧૦૮ કુંડિય મહા ગાયત્રી યજ્ઞ અને ધ્વજા આરોહણ કરવામાં આવેલ સાબરમતી


રવિવાર વહેલી સવારે ૭-૦૦ વાગે રાષ્ટ્ર જાગરણ ૧૦૮ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ ધર્મ ધ્વજા આરોહણ સાબરમતીના ધારાસભ્ય ડૉ.શ્રી હર્ષદભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં દર્શનાર્થી શ્રધ્ધાળુંંઓની તેમજ ગાયત્રી પરિવારના અગ્રગણ્ય પરિજનોની ઉપસ્થિતમાં થયો હતો અને પૂજન અર્ચન કરી વૈદિક મંત્રોચ્ચાર કરી આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરી હતી જયારે યજ્ઞાચાર્ય પદે બીરાજી શાંતિકુંજ હરિદ્વારથી પધારેલા પ્રતિનિધિઓએ વૈદિક મંત્રોચ્ચાર,ગીત,સંગીત સાથે મધુર રસપ્રદ વાણીમાં સવિસ્તાર સમજાવી યજ્ઞ કાર્યભાર સંભાળ્યો હતો યજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર પ્રજ્ઞા મંડળ રાણીપ દ્વારા યશ ઈવાના ફ્લેટ પાસે,ગ્રીન ગ્લેડ્સ ગ્રાઉન્ડની બાજુમાં,ગોદરેજ ગાર્ડન, જગતપુર,અમદાવાદ ખાતે યોજાયું છે જેમાં આજે સાંજે ૪-૦૦થી ૬-૦૦ દરમ્યાન ગાયત્રી મહા દિપયજ્ઞ તેમજ આવતીકાલે પણ ગાયત્રીયજ્ઞ આજ સ્થળ સમયે રહેશે.

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image