જેતપુર રંગાયું દેશભક્તિના રંગમાં જેતપુર ખાતે યોજાયેલ તિરંગા યાત્રામા બહોળી સંખ્યામાં લોકો જોડાયા
સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે તાલુકા વહીવટી તંત્ર, જેતપુર દ્રારા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સ્વામી નારાયણ મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.
આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત અંદાજે 5000 હજારથી વધારે લોકો જોડાયા હતા. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ તમામનું. ગાદી સ્થાન સ્વામિનારાયણ મંદિર. દ્વારા સ્વાગતની આયોજન કરાયું હતું.
જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જે રેલી મુખ્ય માર્ગ પર તીનબતી ચોક, સ્ટેન્ડ ચોક, મહાત્મા ગાંધી રોડ પરથી પસાર થતા ફૂલના ત્યાં વેપાર કરતા ફૂલના ધંધાર્થીએ રેલી પર પુષ્પ વર્ષા કરી હતી.જેતપુર શહેર તિરંગાના રંગમાં રગાયું હોઈ.તેવા દ્રશ્યો સર્જાયા હતા
આ યાત્રામાં મોટી સંખ્યામાં જેતપુરના મહાનુભાવો, અધિકારીઓ તથા શહેરીજનો સ્વયંભૂ તિરંગા યાત્રામાં જોડાયા હતા.જેમાં શહેર તથા ગ્રામીણ વિસ્તારો માંથી લોકો જોડાયા હતા સાથે સ્કૂલ,કોલેજ અને અન્ય સંસ્થાઓના બાળકોએ પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અંદાજે 1 કિમી લાંબી રેલીમાં 5000 જેટલા લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા અને જેતપુર દેશભક્તિના રંગમાં રંગાઇ ગયું હતું
અહેવાલ આશિષ પાટડીયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.