સત્તા માટે છઠ્ઠો તબક્કો:જમ્મુ-કાશ્મીરમાં ફરી રેકોર્ડ, મતદાનમાં પાંચ ગણો વધારો
છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત ક્ષેત્રોની 58 સીટ પર કુલ 59.19 ટકા મતદાન થયંુ હતું. વર્ષ 2019માં આ 58 સીટ પર 64.17 ટકા મતદાન થયું હતંુ. આ વખતે સૌથી વધુ 78.19 ટકા મતદાન બંગાળમાં થયું છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ-રાજૌરી સીટ પર રેકોર્ડ 52.28 ટકા મતદાન થયું. અહીં 40 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. અગાઉ 1984માં આ બેઠક પર 70.08% મતદાન થયું હતું. શ્રીનગરમાં 28 વર્ષ અને બારામુલ્લામાં 40 વર્ષનો મતદાનનો રેકોર્ડ તૂટી ગયો છે. દેશમાં પ્રથમ તબક્કામાં 66.14%, બીજા તબક્કામાં 66.71%, ત્રીજા તબક્કામાં 65.68%, ચોથા તબક્કામાં 69.16% અને પાંચમા તબક્કામાં 62.2% મતદાન થયું હતું. સોનિયા, રાહુલ અને કેજરીવાલ પોતાની પાર્ટીને વોટ ન આપી શક્યા... કારણ-ગઠબંધન
સોનિયા અને રાહુલ; નવી દિલ્હી બેઠક પરથી કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ન હતો. કારણ કે ગઠબંધનના કારણે આપે અહીં ચૂંટણી લડી હતી. કેજરીવાલ; ચાંદની ચોક સીટ પર આપ તરફથી કોઈ ઉમેદવાર નહોતો, ગ્રેસના ઉમેદવાર મેદાનમાં હતા. દિલ્હી; આ વખતે સાત બેઠકો પર 50%થી વધુ મતદાન થયું છે
દિલ્હીની નોર્થ-ઈસ્ટ સીટ પર સૌથી વધુ 58.76% મતદાન થયું હતું. 2019માં 63.86% મતદાન થયું હતું. અહીં ભાજપના ઉમેદવાર મનોજ તિવારીની ટક્કર કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર સાથે છે. નવી દિલ્હી સીટ પર સૌથી ઓછું 51.99% મતદાન થયું હતું. ગત વખતે આ આંકડો 56.91% હતો. દિલ્હીની તમામ સાત બેઠકો પર સતત ત્રીજી ચૂંટણીમાં 50%થી વધુ મતદાન થયું હતું. બંગાળમાં સૌથી વધુ 78% મતદાન... જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર 40 વર્ષ પછી 50%થી વધુ મતદાન
છઠ્ઠા તબક્કામાં બંગાળની વિષ્ણુપુર સીટ પર સૌથી વધુ 81.47% મતદાન થયું હતું. 2019માં પણ આ સીટ પર 87.34% વોટ પડ્યા હતા, જે આ 58 સીટોમાં સૌથી વધુ હતા. અખિલેશના ભાઈ ધર્મેન્દ્ર યાદવ અને ભોજપુરી ગાયક નિરહુઆની બેઠક આઝમગઢમાં 56.09% મતદાન નોંધાયું હતું, જે 2019માં 57.56% હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીની સુલતાનપુર બેઠક પર 55.61% મતદાન થયું હતું, જે ગત વખતે 56.37% હતું. ચૂંટણી પહેલા બીજેપીમાં સામેલ થયેલા નવીન જિંદાલને કુરુક્ષેત્ર સીટ પર 61.52% વોટ મળ્યા હતા. 2019માં અહીં 74.29% મતદાન થયું હતું. બંગાળમાં તોડફોડ; ખીણમાં મુફ્તીનો વિરોધ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.