વધુ એક મિલકત ખાનગી હાથમાં જશે , સાઉથ બોપલ ગાર્ડનની મલ્ટીપલ કોર્ટ પાંચ વર્ષ માટે પધરાવી દેવાશે
અમદાવાદ,રવિવાર,17 જૂલાઈ,2021અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની વધુ એક મિલકત ખાનગી
હાથમાં સોંપાઈ જશે.સાઉથ બોપલ ખાતે આવેલા મ્યુનિ.ના ગાર્ડન ખાતે તૈયાર કરવામાં
આવેલી વોલીબોલ અને બાસ્કેટ બોલ માટેની મલ્ટીપલ કોર્ટ વાર્ષિક બે લાખની અપસેટ
વેલ્યુથી પાંચ વર્ષના સમયમાં પી.પી.પી.ધોરણે પધરાવી દેવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ
છે.વોલીબોલ અને બાસ્કેટબોલના વ્યકિગત કોચીંગ માટે પાંચસો રુપિયા ફી લેવામાં આવશે. શહેરમાં મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા ૩૯ જીમ્નેશિયમ ઉપરાંત ચાર સ્કેટીંગ રીંક ઉપરાંત બે સ્પોર્ટસ
કોમ્પલેકસ અને પંદર જેટલા સ્નાનાગાર ચલાવવામાં આવી રહ્યા છે.૩૦ ડીસેમ્બર-૨૦૨૧ના
રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ગોતા અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલા
રીક્રીએશન સેન્ટર દસ વર્ષના સમય માટે પી.પી.પી.ધોરણે ચલાવવા આપવા અંગે ઠરાવ મંજુર
કરવામાં આવ્યો હતો.એક વર્ષના સમયમાં વિવિધ વિસ્તારમાં મ્યુનિ.માલિકીની જમીન ઉપર
બનાવવામાં આવેલ ટેનિસ કોર્ટ પી.પી.પી.ધોરણે ખાનગી એજન્સીઓને પધરાવામાં આવી છે.
સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગાર્ડન
ખાતે વોલીબોલ ઉપરાંત બાસ્કેટબોલ માટે મલ્ટીપલ કોર્ટ તૈયાર કરાઈ છે.આ કોર્ટ ચલાવવા માટે
ટેન્ડરબીડથી ઓફર મંગાવવામાં આવી છે.વોલીબોલ અને બાસ્કેટબોલના કોચીંગ માટે વ્યકિતગત માસિક ૫૦૦ અને ટીમ દીઠ માસિક ફી ૨૫૦૦ લેવામાં આવશે.પ્રતિદિન
બે કલાકનો સ્લોટ આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.