શહેરીજનો ઉપર મોંઘવારીનો વધુ એક માર, મ્યુનિ.હસ્તકનાં ૨૪કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટ ખાનગી કોન્ટ્રાકટરોને પધરાવી દેવાશે
અમદાવાદ,બુધવાર,3
ઓગસ્ટ,2022અમદાવાદના શહેરીજનો ઉપર મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ
રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના આવેલા ૩૫ થી વધુ કોમ્યુનિટી હોલ તેમજ ૨૬ પાર્ટી
પ્લોટ પૈકી ૨૪ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન ત્રણ વર્ષ માટે ખાનગી
કોન્ટ્રાકટરોને પધરાવી દેવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટના નામથી ટેન્ડર
બહાર પાડવામાં આવ્યુ છે.લગ્ન કે અન્ય પ્રસંગોએ બાંધવામાં આવતા ચંદરવાનું ભાડુ ૩૦૦
રુપિયા અને બ્રાસની મોટી દીવીનું ભાડુ ૪૪૫ રુપિયા આપવાનું થશે.આમ આગામી દિવસોમાં
શહેરીજનોને પ્રસંગ પણ ભારે પડશે.વિપક્ષે જો આ નિર્ણયમાં સત્તાધીશો ફેરવિચારણા ન
કરે તો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.અમદાવાદ શહેરનાં સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનાં
કુલ ૩૫ કોમ્યુનિટી હોલ તથા ૨૬ જેટલા પાર્ટી પ્લોટ આવેલાં છે.આ પૈકી કોમ્યુનિટી હોલ, મેમોરીયલ હોલ, પાર્ટી પ્લોટ,પીકનીક હાઉસ, ઓપનએર થીયેટર
મળીને કુલ ચોવીસ પરિસર માટે ગાર્ડન લોન સહિત
સમગ્ર પરિસરનાં સામાન્ય મેઈન્ટેનન્સ પાણી,સફાઈ,
દેખરેખ,નિભાવ,બુકીંગ કરાવનારની
જરુર મુજબના વાસણ,મંડપ
ઉપરાંત લાઈટ,લિફટ
ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ સાથેની તમામ સર્વિસ પુરી પાડવા ખાનગી ધોરણે ત્રણ વર્ષ માટે
ચલાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.કોન્ટ્રાકટરો પાસેથી ૩૦ ઓગસ્ટ સુધીમાં ઓફર
મંગાવવામાં આવી છે.પાંચ સપ્ટેમ્બરથી બાર સપ્ટેમ્બર સુધીના દિવસ દરમિયાન આ
ટેન્ડરનાં બીડ ખોલવામાં આવશે.કોરોના મહામારી બાદ શહેરની આર્થિક પરિસ્થિતિ સ્થિરતા
તરફ આગળ વધી રહી છે.એવા સમયે મોંધવારીનો વધુ એક ભાર મ્યુનિ.તંત્રે શહેરીજનો ઉપર લાદવાનો પ્રયાસ કર્યો હોવાનું
વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહયુ છે.મ્યુનિ.હસ્તક ચલાવવામાં આવી
રહેલાં શહેરનાં કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન ખાનગી કોન્ટ્રાકટરોને
સોંપવાના નિર્ણયથી શહેરીજનો ઉપર વધુ આર્થિક બોજ પડશે.મ્યુનિ.તંત્ર અને સત્તાધીશોએ
તેમના નિર્ણયમાં ફેરફાર કરવો જોઈએ.અન્યથા કોંગ્રેસ તરફથી આગામી દિવસોમાં આ મુદ્દો
લોકોની વચ્ચે લઈ જઈ વિરોધ કરવામાં આવશે.મ્યુનિ.હસ્તક શહેરમાં કુલ ૩૫ કોમ્યુનિટી હોલ,૨૬ પાર્ટી પ્લોટ
આવેલાં છેઅમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હાલમાં કુલ ૩૫
કોમ્યુનિટી હોલ તથા ૨૬ પાર્ટી પ્લોટ આવેલાં છે.ઉપરાંત કાંકરીયા પીકનીક હાઉસ, સાંઈ ઝુલેલાલ
ઓપનએર થિયેટર તથા વસ્ત્રાપુરમાં ક્ષેમુ દિવેટીયા એમ્ફી થિયેટરનો સમાવેશ થાય
છે.મેમોરીયલ હોલમાં કુશાભાઉ ઠાકરે ઓડીટોરીયમ,સી.ટી.એમ., શહીદ વીર
મંગલપાંડે હોલ, આંબેડકર
હોલ,સરસપુર, ટાગોર હોલ,પાલડી,ટાઉનહોલ, અને પંડિત દિન
દયાલ હોલ,બોડકદેવ
વોર્ડનો સમાવેશ થાય છે.થાળી,ચમચા,વાડકી સેટ પણ
મોંઘા પડશેપ્રસંગો સમયે મ્યુનિ.હોલ કે પાર્ટી પ્લોટમાં વાસણો ભાડે
લેવા હવે મોંધા પડશે.મેલેમાઈનના થાળી,ચમચા અને
વાડકીનાં ૧૦૦ નંગ માટે ૭૦૦ રુપિયા,સ્ટેનલેશ
સ્ટીલના ૧૦૦ નંગ ભાડેથી મેળવવા ૫૦૦ રુપિયા સ્ટેનલેસ સ્ટીલનાં બુફે સેટ માટે ૧૦૦
નંગ માટે ૫૦૦ રુપિયા ચૂકવવા પડશે. કઈ ચીજનો કેટલો ભાવ ચૂકવવો પડશે?(પ્રતિ નંગ દીઠ)ચીજ ભાવ(રુપિયા) ચંદરવો ૩૦૦બ્રાસની દીવી ૪૪૫હવનકુંડ ૫૦ગાદી-તકીયા ૨૦ટેબલકલોથ ૫પાઈપ મંડપ ૪૫૦સાદો મંડપ ૫૦૦તાડપત્રી મંડપ ૧૦૦૦કંતાન ફલોરીંગ ૧૨૫ચોરી સેટ ૫૦૦રાજા ચેર સેટ ૧૦૦૦સંખેડા સેટ ૫૦૧પ્લાસ્ટિક ખુરશી ૨૫મોલ્ડેડ ચેર ૧૦બુફે કાઉન્ટર ૩૦૦સાદા ટેબલ ૫ગ્રીન નેટ ૨૦૦પાથરણાં ૧૦બ્રાસનો સેટ ૨૦૦૦સ્ટીલ સેટ ૧૫૦૦સુપ કન્ટેનર ૫૦૦રોટલી સગડી ૫૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.