બાઇકને ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો
અમદાવાદ,રવિવારપૂર્વ વિસ્તારમાં પૂર ઝડપે વાહન ચલાવવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતે મોતમાં ચિંતાજનક વધારો રહ્યો છે. સિંગરવા ખાતે રહેતા શ્રમજીવી યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કઠવાડાથી જમવા માટે ઘરે જતો હતો અને અકસ્માત થયો બેભાન હાલતમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયુંઆ કેસની વિગત એવી છે કે ઓઢવ સિંગરવા ખાતે ભગવતીનગરના છાપરામાં રહેતા અને કઠવાડા જીઆઈડીસીમાં કારખાનામાં લેથ મશીન ચલાવતા મનોજકુમાર સુખારીપ્રસાદ રાવ (ઉ.વ.૨૨) તા. ૧૭ના રોજ બપોરે પોતાનું બાઇક ચલાવીને ઘરે જમવા માટે જતા હતા આ સમયે સિંગરવા પશુપતિનાથ મંદિર પાસે બાઇક ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલમાં આઇસીયું વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગઇકાલે મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે પૂર્વમાં બેફામ બેફામ વાહન હંકારવાના કારણે કોતરપુર પાસે હિટ એન્ડ રન અને અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે. ચાર દિવસ પહેલા પણ હિટ એન્ડ રનના ચાર બનાવમાં ચાર વ્યકિતના મોત થયા હતા. જેમાં ખોખરામાં રોડ ક્રોસ કરતા વૃધ્ધાનું તથા નારોલમાં આધેડનું અને હાથીજણ પાસે યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો હતો ઉપરાંત સરદાનગર ખાતે રહેતો યુવક બાઇક લઇને જતો હતો. આ સમયે એરપોર્ટ સર્કલ પાસે પૂર ઝડપે આવી રહેલી ટ્રકનો ચાલક બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો,સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.