સિવિલમાં જોડિયા બાળકોથી દુર રહેલી માતાના બીજા બાળકનું પણ મોત
સુરત :અડાજણની
મહિલાએ પોતાના જોડીયા બાળકોને નવી સિવિલમાં તરછોડી ગઈ હતી. જોકે તેને પોતાના
બાળકોની યાદ આવતા સિવિલમાં પરત આવેલી મહિલાનો પહેલા બાળક રવિવારે મોત થયા બાદ આજે
સવારે બીજું બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું
હતુ.
સિવિલથી
મળેલી વિગત મુજબ અડાજણ ખાતે હરિ ચંપા પાસે ઝુપડપટ્ટીમાં રહેતી ૩૫ વર્ષીય રેણુ મહેશ
વણઝારા ગત તા.15મી મોડી રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ થતા બે બાળકોને જન્મ આપ્યો હતો.બાદમાં
ગત તા.16મીએ સવારે મહિલા અચાનક વોર્ડ બંને બાળકોને મૂકીને ગાયબ
થઇ ગઈ હતી. આ અંગે ખટાદરા પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે
મહિલાને પોતાના બાળકોની યાદ આવતા ગત તા.17મીએ સિવિલમાં આવી હતી.
ત્યારે તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ઘર પાસે આવેલા શૌચાલયમાં ન્હાવા માટે ગઈ
હતી. બાદમાં તેને દુઃખાવો થતાં ઘર પાસે બંધ દુકાનની સામે સુઈ ગઈ હતી. જયારે મહિલાના
એક બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન રવિવારે સાંજે મોત થયુ હતુ. બાદમાં નવી સિવિલમાં
સારવાર દરમિયાન આજે સવારે બાળકીનું મોત નીપજ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.