ભારતમાં મહિલા સશક્તિકરણને સપોર્ટ કરવા માટે ત્રણ નવા પાર્ટનર્સની જાહેરાત:યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ અને એલાયન્સ સાથે મળીને ત્રણ કંપનીઓ આ ધ્યેયને આગળ વધારશે
યુનાઇટેડ સ્ટેટ્સ સમુદાયોને મજબૂત કરવા, શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને સ્થિર અર્થવ્યવસ્થાઓનું નિર્માણ કરવા માટે મહિલા આર્થિક સશક્તિકરણને સપોર્ટ કરે છે. આ જ ધ્યેયને આગળ વધારવા માટે, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ યુ.એસ.-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC), જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (GKII-JHU) ખાતે ગુપ્તા-ક્લિન્સ્કી ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ અને અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (AIF), US-ઈન્ડિયા એલાયન્સ ફૉર વુમન્સ ઈકોનોમિકના ત્રણ નવા એન્કર પાર્ટનર્સ તરીકે જાહેરાત કરી છે. વર્ષ 2019થી આ એલાયન્સે ભારતમાં મહિલાઓને રોજગારીની તક આપી છે. આ ઉપરાંત શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા માટે તક પૂરી પાડી છે. એન્કર પાર્ટનર્સ તરીકે, USIBC, GKII-JHU અને AIF યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ અને એલાયન્સ સાથે કામ કરશે. જેના હેઠળ વિવિધ કંપનીઓ, એકેડેમિક એક્ટર્સ અને નોન પ્રોફિટ સહયોગ કરી શકે છે. મહિલાઓના સમાવેશને આગળ વધારવાના તેમના ઇતિહાસ સાથે, દરેક પાર્ટનર એલાયન્સ માટે એક ફોકસ ક્ષેત્રનું નેતૃત્વ કરશે: એલાયન્સ બોઇંગ ઈન્ડિયા (Boeing India), રિન્યૂ (ReNew) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra Mahindra)ને નવા સભ્યો તરીકે પણ આવકારે છે. આ ઉદ્યોગના નેતાઓ મહિલાઓની આર્થિક ઉન્નતિ માટે સતત કાર્યરત રહ્યા છે. ભારતમાં USના એમ્બેસેડર એરિક ગારસેટીએ આ તકે જણાવ્યું હતું કે 'આમાંની દરેક અગ્રણી કંપનીઓએ મહિલાઓની આર્થિક પ્રગતિમાં કામ કર્યું છે. વધુ મહિલાઓને તેમના ઉદ્યોગોના ટેલેન્ટ પુલમાં લાવવા માટે પાયાનું રોકાણ અને તેમની પ્રતિબદ્ધતા અને ભારતના આર્થિક પાવરહાઉસ તરીકે મહિલાઓની ક્ષમતાને ખોલવા માટે યોગદાન મહત્વપૂર્ણ છે. ભારતમાં મહિલાઓ માટે સમાન ભાવિ માટે અમે વધુ વ્યાપક બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.